બનાસકાંઠાઃ આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કેટલાક બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટેનું મોટું નેટવર્ક ચલાવી રહ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ પણ આવા બુટલેગરોને અવારનવાર ઝડપી લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરે છે.
છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠામાં લોકડાઉન દરમિયાન મોટા પ્રમાણમાં બનાસકાંઠા જિલ્લામાંથી ગુજરાતમાં દારૂ પહોંચાડવામાં આવતો હોય છે. ગુજરાતમાં લોકડાઉન ખુલતાની સાથે જ સૌથી વધુ દારૂનો જથ્થો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા અને ડીસા તાલુકામાંથી ઝડપાયો છે.
પોલીસને મળતી બાતમીના આધારે પોલીસ મોટા પ્રમાણમાં દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનની સરહદે આવેલો હોવાથી બુટલેગરો દ્વારા અન્ય રાજ્યમાં બનાસકાંઠામાંથી મોટા પ્રમાણમાં દારૂ પહોંચાડવામાં આવે છે. પોલીસ આવા દારૂને બાતમીના આધારે જપ્ત કરી બૂટલેગરો સામે કડક કાર્યવાહી કરે છે. બનાસકાંઠાના ધાનેરામાં પણ પોલીસે બુટલેગરોને પકડવામાં સફળ રહી છે.
ધાનેરા પોલીસે 237 જેટલા ગુનામાં 2.71 કરોડ કરતા વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. આ ઝડપાયેલા તમામ દારૂના જથ્થાનો લેલાવા ગામે નાશ કરવામાં આવ્યો છે. ધાનેરા નાયબ કલેકટર યોગેશ ઠક્કર અને પોલીસ અધિકારીઓ ની હાજરીમાં આ 2.71 કરોડ રૂપિયાના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો છે.
18 જુલાઈ - ધાનેરા પોલીસની કાર્યવાહી, ગણતરીના કલાકોમાં 23 લાખ કરતા વધુનો દારુ ઝડપ્યો
ધાનેરા રાજસ્થાન સરહદે આવેલો તાલુકો હોવાથી વારંવાર દારૂ પકડાઈ છે, પણ ધાનેરા પોલીસે દારૂબધી બાબતે લાલ આંખ કરતા નેનાવા બોર્ડર અને અગ્રવાલ ત્રણ રસ્તા પર વોચ ગોઠવી 4 લાખ 44 હજાર કરતા વધુનો દારૂ અને ટોટલ 23 લાખ 64 હજાર કરતા વધુ મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના છ ઈસમો ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
23 જુન - અમીરગઢ ચેકપોસ્ટ પરથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલી તમામ ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ બુટલેગરો અવનવી તકનીક અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે. મંગળવારે અમીરગઢ ચેકપોસ્ટ પરથી મકાઈના બારદાનમાં છૂપાવીને લવાતો લાખો રૂપિયાનો દારૂ માવલ પોલીસે ઝડપી લીધો હતો.