ETV Bharat / state

Banaskantha Crime: નેનાવા ચેકપોસ્ટ પરથી 1 કરોડના પોષ ડોડા ઝડપાયા, મહારાષ્ટ્રમાં થવાની હતી ડિલિવરી - Banaskantha Crime

બનાસકાંઠામ ધાનેરા પાસે નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે ડુંગળીના કટ્ટાની આડમા પોષદોડાની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પડ્યા છે. મહારાષ્ટ્રના જલગાવથી રાજસ્થાન લઈ જવાતો એક કારોડનો જથ્થો પકડવામાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ધાનેરા પાસે નેનાવા ચેકપોસ્ટ પર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન એક ટ્રક પર આશંકા જતા એને અટકાવવામાં આવ્યો હતો. જેમાંથી આ સ્ટોક મળી આવ્યો હોવાનું જાણવા મળે છે.

Banaskantha Crime: નેનાવા ચેકપોસ્ટ પરથી 1 કરોડના પોષ ડોડા ઝડપાયા, મહારાષ્ટ્રમાં થવાની હતી ડિલેવરી

author img

By

Published : Apr 28, 2023, 9:25 AM IST

Updated : Apr 28, 2023, 1:48 PM IST

Banaskantha Crime: નેનાવા ચેકપોસ્ટ પરથી 1 કરોડના પોષ ડોડા ઝડપાયા, મહારાષ્ટ્રમાં થવાની હતી ડિલિવરી

બનાસકાંઠાઃ ધાનેરા પોલીસને ડ્રગ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી પકડવાના કેસમાં એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ધાનેરા પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી. એ સમયે ધાનેરાથી રાજસ્થાન તરફ એક શંકાસ્પદ ટ્રેલર જઈ રહ્યું હતું. જેથી પોલીસ કર્મચારીઓએ ટ્રેલર થોભાવી તપાસ કરતા તેમાં ડુંગળી ભરેલી બોરીઓ નીચે માદક પદાર્થ મળી આવ્યો હતો. જેથી સ્થાનિક પોલીસે તરત જ જાણ કરતા એસઓજીની ટીમ પણ ચેક પોસ્ટ પર પહોંચી હતી. ટ્રકમાં તપાસ કરતા 176 બોરી પોષડોડાનો ગેરફાયદેસર જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તરત જ 176 બોરી ભરેલો 2655 કિલો પોષના દડાનો સહિત એક કરોડ રૂપિયાનો ધમાલ કર્યો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad Crime : ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા મિત્રોએ કરી યુવકની હત્યા

પોષના ડોડા એટલે શુંઃ આ એક પ્રકારનો પ્રતિબંધિત પાક છે. જેનો ઉપયોગ સીધો ડ્રગ તૈયાર કરવામાં થાય છે. કેટલાક બંધાણીઓ લીધા જ આ પ્રકારના પોષના ડોડાનું સેવન કરતા હોય છે. નશીલા અને માદક કહી શકાય એવા પદાર્થની કેટેગરીમાં આ ડોડાનો સમાવેશ થાય છે. પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી અંતર્ગત આ વસ્તુ આવતી હોવાથી પોલીસે પ્રોહેબિશન એક્ટ અંતર્ગત કામગીરી કરીને કાયદેસરના પગલાં લીધા છે.

બે શખ્સોની અટકાયતઃ આ કેસમાં પોલીસે ટેલર ચાલક અને ક્લીનર સહિત બે શખ્સોની અટકાયત કરી હતી. જેમને પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ ટ્રક પોષડોડા ભરીને મહારાષ્ટ્રના જલગાવથી નીકળ્યો હતો. ગુજરાત થઈ રાજસ્થાનના સાચોર તરફ જઈ રહ્યો હતો. ટ્રક ચાલકને જીતુ નામનો વ્યક્તિ વોટ્સપ કોલ કરીને લોકેશન આપી રહ્યો હતો. પોષના ડોડા સાથે પકડાયેલા આરોપીઓ ધાનેરા પોલીસે પૂછપરછ કરી છે. જોધપુરના લુણી ગામના ટ્રક ડ્રાઇવર પ્રેમકુમાર જાટ અને જોધપુરના ઓશિયા ગામના ખલાસી મનસુખ વિશ્ર્નોઈ નામના શખ્સોની અટકાયત કરીને સમગ્ર સ્ટોક ક્યાંથી કેવી રીતે લાવ્યા એ અંગે તપાસ કરી રહી છે.

મુખ્ય સુત્રધાર કોણઃ રાજસ્થાનમાં પોષ ડોડા મંગાવનાર જીતુ નામનો શખ્સ કોણ છે, તેમજ કેટલા સમયથી આ પોષડોડા ની હેરાફેરી ચાલી રહી હતી. તે અંગે પણ પોલીસ દ્વારા તાપસ હાથ ધરાઈ છે. ધાનેરા પી.આઈ. એ. ટી પટેલે જણાવ્યું હતું કે, અમારી ધાનેરા પોલીસ નેનાવા ચેક પોસ્ટ પર ચેકીંગમાં હતા. એ દરમિયાન એક ટેલર આર .જે 19 જી. ડી 6186 નંબરનુ આ ટેલર આવ્યું હતું. આ ટ્રેલર ધાનેરાથી સાચોર તરફ જઈ રહ્યું હતું.

આ પણ વાંચોઃ Ahmedabad Crime : પોલીસ મારું કશું ઉખાડી નહીં શકે, વ્યાજખોરે 12 લાખની સામે 18 લાખ લીધા બાદ વેપારીને ધમકી આપી

વોટ્સએપથી લોકેશનઃ આ વાહનની ચકાસણી દરમિયાન ડુંગળીના કટ્ટાની પાછળ માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. જે માણસો ફરજ પર હતાં. તેમને અમને જાણ કરી હતી. અમે ઉપલા અધિકારીને જાણ કરી અને એસ.ઓ.જી પોલીસને બોલાવેલી પોલીસ દ્વારા આ બાબતનું ચેકિંગ કરતા 176 કટ્ટા પોસ દોડા ભરેલા મળી આવ્યા હતા. હાલ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યા મુજબ તેઓ મહારાષ્ટ્રના જલગાવ થી લઈને આવતા હતા અને તેમને whatsapp કૉલથી તમામ માહિતી આપવામાં આવતી હતી.

Last Updated : Apr 28, 2023, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.