ETV Bharat / state

અંબાજી મંદિરે દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ સોશિયલ ડિસ્ટન્સ અંગે ભાન ભૂલ્યા

નવરાત્રિ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં યાત્રિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. નવરાત્રિના બીજા દિવસે અંબાજી મંદિરે દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સોશિયલ ડિસ્ટન્સ મામલે ભાન ભૂલ્યા હતા.

અંબાજી મંદિર
અંબાજી મંદિર
author img

By

Published : Oct 18, 2020, 7:46 PM IST

  • નવરાત્રિ દરમિયાન અંબાજી યાત્રાધામમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો
  • અંબાજી મંદિરમાં ભક્તો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
  • તહેવાર દરમિયાન કોરોના માર્ગદર્શિકાના ભક્તો દ્વારા ધજાગરા

અંબાજી : અંબાજીમાં નવરાત્રિ દરમિયાન ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા હતા. જોકે મંદિરમાં કોરોના મહામારી દરમિયાન ભક્તો દ્વારા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવામાં આવ્યા હતા.
નવરાત્રિ દરમિયાન કોરોના મહામારીના કારણે રાજ્યભરમાં ગરબા બંધ રાખવાની ફરજ પડી છે, ત્યારે અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓને પૂરતો દર્શનનો લાભ મળે તે માટે અંબાજી મંદિરમાં દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે.

શ્રદ્ધાળુઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા

અંબાજી આવતા યાત્રિકોને જાણે કોરોનાનો સહેજ પણ ડર ન હોય તેમ માસ્ક વગર અને ટોળા સ્વરૂપે મંદિરે જતા નજરે પડ્યા હતા. જેમાં મહિલાઓ, નાના બાળકો અને વૃદ્ધોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ ભીડના સમાચાર મળતા મંદિરના વહીવટદાર પોતે સ્ટાફ સાથે મંદિર આગળ પહોંચી ગયા હતા અને ભીડને કંટ્રોલ કરવાનો પ્રયાસો કર્યો હતો.

અંબાજી મંદિર

મંદિરમાં ભીડ અંગે વહીવટદાર એસ. જે. ચાવડાએ જણાવ્યું હતું કે, જો ભક્તોની વધુ ભીડ વધશે તો મંદિર બંધ પણ કરવામાં આવી શકે છે.

આગામી દુર્ગાષ્ટમીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ રહેતી હોય છે. રાજસ્થાન તરફથી આઠમના દિવસે શ્રદ્ધાળુઓ પગપાળા ચાલી અંબાજી પહોંચતા હોય છે. તેવામાં કોરોનાનું સંક્રમણ વધુ ન થાય તે માટે વહીવટી તંત્ર આગોતરું આયોજન કરે તે પણ જરૂરી બન્યું છે.

આ પણ વાંચો : અંબાજીના ચાચર ચોકમાં આ વર્ષે માતાજીનો ગરબો નહીં ઘૂમે, દર્શનાર્થીઓ માટે આરતીના સમયમાં ફેરફાર

શક્તિપીઠ અંબાજી ખાતે ચાલુ વર્ષે નવરાત્રી ગરબા મહોત્સવ ઉજવાશે નહીં. હાલમાં કોરોનાની મહામારીના કારણે સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે અંબાજીના ચાચર ચોકમાં ગરબા રમી શકાશે નહી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.