- બનાસકાંઠા જિલ્લામાં ગાંજાનું મોટા પ્રમાણમાં વેચાણ
- છેલ્લા એક વર્ષેમાં અનેક લોકો ગાંજા સાથે ઝડપાયા છે
- નેનાવા ચેકપોસ્ટ પરથી ગાંજા સાથે ત્રણ આરોપીની અટકાયત
બનાસકાંઠા : જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે દર વર્ષે મોટા પ્રમાણમાં ગુનાહિત ઘટનાઓ સામે આવે છે. ખાસ કરીને રાજસ્થાનના બુટલેગર્સ દ્વારા મોટા પ્રમાણમાં માદક પદાર્થોનું વેચાણ ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં બનાસકાંઠા જિલ્લાની ચેક પોસ્ટ પરથી મોટા પ્રમાણમાં દારૂ અને ગાંજો ઝડપાયો છે, ત્યારે હજૂ પણ પોલીસ દ્વારા ગુજરાતની તમામ બોર્ડર પર કડક ચેકિંગ કરવામાં આવે, તો રોજેરોજ મોટા પ્રમાણમાં માદક પદાર્થો ઝડપાઈ શકે તેમ છે.
નેનાવા ચેકપોસ્ટ ( Nenava Check Post ) પરથી ગાંજો ઝડપાયો
બનાસકાંઠા જિલ્લાની તમામ ચેક પોસ્ટ પરથી બુટલેગર દ્વારા રોજે રોજ મોટા પ્રમાણમાં માદક પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે બુધવારની સવારે ધાનેરા પોલીસ ( Dhanera Police ) નેનાવા ચેક પોસ્ટ ( Nenava Check Post ) પર વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી 3 શખ્સો કારમાં આવી રહ્યા હતા. જેમને ધાનેરા પોલીસ ( Dhanera Police ) દ્વારા રોકાવી ગાડીની તલાશી લેવામાં આવતા કારમાંથી 2,459 ગ્રામ ગાંજો જેની કિંમત 6.22 લાખ રૂપિયા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે ધાનેરા પોલીસ ( Dhanera Police ) દ્વારા આ ત્રણેય આરોપીઓને ઝડપી લઇને જેલના હવાલે કર્યા છે અને આ ગાંજો રાજસ્થાનથી લાવી કોને આપવાનો હતો, તે દિશામાં તપાસ ધાનેરા પોલીસ ( Dhanera Police ) દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો -
- હવે ડોગ-ક્વોડ પકડશે ગાંજો, સ્વાનને અપાશે નારકોટિક્સ અને રેસ્ક્યૂની ટ્રેનિંગ
- ડીસાના રાણપુર ગામેથી SOGએ 40 લાખના ગાંજા સાથે ત્રણ આરોપીની કરી અટકાયત
- બનાસકાંઠાઃ SOGએ વાર ગામમાંથી 69,800નો ગાંજો ઝડપી પાડ્યો
- બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી ગાંજો ભરેલી ગાડી ઝડપાઈ
- ગાંજાની ખેતીમાંથી કમાણી કરવાની તક ભારત ઉપાડી લેશે?
- રાજકોટમાં 16 કિલો ગાંજા સાથે ગાયક કલાકાર ઝડપાયો