ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરતી દિતી વિપુલકુમાર ત્રિવેદી દરરોજ 3 મિનિટ અને 43 સેકન્ડમાં કોઈપણ જાતની ભૂલ વગર શ્રીમદ ભગવત ગીતાના 1થી 20 શ્લોકનું કંઠસ્થ કરે છે, ત્યારે કુમારી દીતી ત્રિવેદીએ માત્ર 7 વર્ષની ઉંમરમાં જ પોતાનું મેમરી પાવર સારું દાખવતા ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા તેને પ્રમાણપત્ર સાથે એવોર્ડ કીટ, ગોલ્ડમેડલ તેમજ રેકોર્ડ બુક પણ ભેટ આપવામાં આવી છે. દિયોદરની દિતિ ત્રિવેદીએ ઉચ્ચ અભ્યાસ કરવાની સાથે કંઈક અલગ કરી બતાવ્યું છે.
વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલમાં અભ્યાસ કરતા અંદાજે 350 વિદ્યાર્થીઓને શાળા દ્વારા ભાગવત ગીતાનું પુસ્તક આપવામાં આવ્યું છે. જેના માધ્યમથી પ્રાર્થનામાં દરરોજ 10 શ્લોકોનું પઠન કરવામાં આવે છે, ત્યારે દિતિ ત્રિવેદીએ માતા-પિતાની મદદથી અધ્યાય 1ના 20 શ્લોકો કંઠસ્થ કરી દીધા હતાં. જેથી દિતીને નમન મળતા તેના પરિવાર સહિત શાળા સંચાલકો ગર્વ અનુભવી રહ્યા છે.