ETV Bharat / state

ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા માવસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડિલિવરી સેવા શરૂ કરાઈ

author img

By

Published : Jul 15, 2020, 7:13 PM IST

કોરોના મહામારી વચ્ચે ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા શહેરી વિસ્તારમાં માવસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડિલિવરી સેવા શરૂ કરાઈ છે. જેના કારણે આજુબાજુના 15 જેટલા ગામના લોકોને મોટો ફાયદો થશે.

India-Pakistan border
ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા માવસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડિલિવરી સેવા શરૂ કરાઈ

માવસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડિલિવરી સેવા શરૂ

  • આજુબાજુના 15 ગામના લોકોને થશે ફાયદો
  • ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલું છે માવસરી ગામ
  • ડિલિવરી માટે પહેલા 40 થી 50 કિ.મી દુર જવું પડતું હતું

બનાસકાંઠાઃ જિલ્લામાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા માવસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડિલિવરી સેવા શરૂ કરાઈ છે. જેના કારણે આજુબાજુના 15 જેટલા ગામના લોકોને મોટો ફાયદો થશે.

બનાસકાંઠા જિલ્લો ભારત-પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલો છે અને અહીં પાકિસ્તાન બોર્ડરનું છેલ્લું ગામ માવસરી આવેલું છે. અહીં સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. પરંતુ સરહદી રણ પ્રદેશ અને પુરતી સુવિધાઓ ન હોવાના કારણે અહીં કોઈ કાયમી મેડિકલ ઓફિસર હજાર થતા ન હતાં, જેના કારણે ખાસ કરીને સગર્ભા મહિલાઓએ ડિલિવરી માટે માવસરી થી 40 કિલોમીટર દૂર વાવ અથવા થરાદ જવું પડતું હતું.

કોરોના કાળમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મનીષ ફેન્સીના પ્રયાસોના કારણે હવે અહીં કાયમી ડૉક્ટર તરીકે ડૉક્ટર જયેશની નિમણૂક કરાઇ છે. જેથી 12 વર્ષ બાદ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રથમ વખત સફળ ડિલિવરી કરાઇ છે.

માવસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લેબર રમ, મેડિકલ ઓફિસર તેમજ પ્રાથમિક સુવિધાનો પણ અભાવ હોવાના કારણે અહીંના દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડતી હતી. ખાસ કરીને ડિલિવરી વખતે મહિલાઓને 40-50 કિલોમીટર દૂર જવું પડતું હતું, પરંતુ હવે બાળમરણ અને માતા મરણ ઘટાડવા માટે સરકારે અહીં આરોગ્ય સેવા સુધારતા અહીંના 15 થી પર વધુ ગામના લોકોને તેનો લાભ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.