સુરત: નવરાત્રિને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારેે સુરતમાં હાલ બ્યુટી પાર્લર્સમાં ખુબ જ ભીડ જોવા મળી રહી છે. નવરાત્રિના શોખીનો અવનવી હેર સ્ટાઇલ અને મેકઅપ કરાવી વધુ સુંદર દેખાઇ તેવા પ્રયાસો કરી રહી છે. નવરાત્રિના તહેવારને લઇને તેઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મા અંબાનો આરાધનાનો પર્વ: નવરાત્રિએ માતાજીના આરાધનાનો પર્વ છે. નવરાત્રિના નવ દિવસ અલગ અલગ જગ્યાએ તેમજ પાર્ટી પ્લોટ અને શેરી ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. મહિલા અને પુરુષો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે. નવરાત્રિની દર વર્ષે ખેલૈયાઓ આતુરતાથી રાહ જોતા હોય છે. નવરાત્રિ પહેલા જ તેઓ અલગ અલગ ગરબા ક્લાસીસમાં જઈને નવા નવા સ્ટેપ શીખી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે.

ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ: નવરાત્રિને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે સુરતના બ્યુટી પાર્લર્સમાં ખૂબ ભીડ જોવા મળી રહી છે. બ્યુટી પાર્લર્સ મોટાભાગના બુક થઈ ગયા છે. નવરાત્રિમાં અતિ સુંદર દેખાવા માટે યુવતીઓ અવનવી હેર સ્ટાઇલ, મેકઅપ, હેર કલર, ફેશિયલ તેમજ હેર ટ્રીટમેન્ટ કરાવી રહી છે. તેમજ મોંઘીદાટ ચણીયા ચોળીની પણ બજારમાં ખરીદી કરી રહી છે. જોકે આ વર્ષે સરકાર દ્વારા પણ મોડે સુધી ગરબે રમવાની છૂટ આપતા અનેરો ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે.

સુરતના બ્યુટી પાર્લર સંચાલક બિજલબેન જણાવે છે કે,' કોઈ પણ એક વ્યક્તિને નવ દિવસ માટે અલગ અલગ લુક આપવો એ એક અમારા માટે જવાબદારી બની જાય છે.'

આ પણ વાંચો: