ETV Bharat / state

પાલનપુરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત, પશુઓના જમાવડાથી નગરજનો ત્રસ્ત - Stray cattle problem in palanpur

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

પાલનપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. બજારોના માર્ગો પર રખડતા પશુઓના કારણે અકસ્માત સર્જાવાની ઘટનાઓ પણ બની ચૂકી છે સાથે જ પશુઓના હુમલામાં લોકોને ઈજાઓ પણ પહોંચી છે., Stray cattle problem in palanpur

પાલનપુરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત,
પાલનપુરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત, (Etv Bharat Gujarat)

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી રખડતા પશુઓના ત્રાસના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરજનો દ્વારા અનેકવાર નગરપાલિકામાં પણ આ બાબતે રજૂઆતો કરાઈ છે. છતાં નગરપાલિકા દ્વારા રખડતા પશુઓના નિકાલની કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ઘણા લોકો રખડતા પશુઓનો ભોગ બની ચૂક્યા છે અને રોડ પર અડીંગો જમાવીને બેઠેલા પશુઓના કારણે અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે બીજી તરફ નગરપાલિકા દ્વારા આ રખડતા પશુઓને પકડવાની વાતો તો કરવામાં આવી રહી છે પરંતુ રખડતા પશુઓની સંખ્યા દિનપ્રતિદિન બજારમાં વધી રહી છે.

રખડતા ઢોરને પકડવા એજન્સીને કામ સોપાયું: નગરજનોની રજૂઆત બાદ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા માટે અગાઉ એજન્સીને કામ આપવા ટેન્ડર પ્રક્રિયા પણ કરાઈ હતી. પરંતુ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જે કોઈ એજન્સી રખડતા પશુઓની કામગીરી શરૂ કરે છે તે વધુ દિવસ આ કામગીરી કરી શકતી નથી, કારણ કે આ પશુઓને પકડ્યા બાદ તેને ક્યાં મૂકવા તે મોટો પ્રશ્ન એજન્સી સામે આવીને ઉભો રહે છે. તેમ જ પકડેલા પશુઓનો નિભાવ કરવાનો ખર્ચ પણ ખુદ એજન્સીના ભાગે જ આવે છે. ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે આજેય રખડતા પશુઓ પાલનપુરના શહેરના જાહેર માર્ગો પર પોતાનો અડીંગો જમાવીને બેઠા છે.

નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઈ: પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર નરેશ પટેલે કહ્યું કે,'પાલનપુર શહેરમાં રખડતા પશુઓની સમસ્યાને લઇ થોડા સમય પહેલા મુશ્કેલીઓ ઊભી થઈ હતી. કારણ કે એજન્સી દ્વારા જે કોઈ પશુઓને પકડવામાં આવતા હતા તેમને ગૌશાળાઓ દ્વારા કોઈપણ કારણસર રાખવા માટે તૈયાર થતા ન હતા. પરંતુ 22 સપ્ટેમ્બરથી રેગ્યુલર 10 થી 12 રખડતા પશુઓને પકડવામાં આવી રહ્યા છે. એજન્સીની નિમણૂક થઈ ચૂકી છે અને હાલમાં રખડતા પશુઓની સમસ્યાનું વહેલી તકે નિવારણ આવે તેવી કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરાઈ છે.

ઉલ્લેખનીય છે કે રખડતા પશુઓની વકરેલી સમસ્યા વચ્ચે નગરજનો હાલ તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રખડતા પશુઓ ગમે ત્યાં જાહેર રોડ ઉપર ટોળેટોળા જમાવીને બેઠેલા જે પડે છે જેના કારણે ટ્રાફિક સમસ્યા સાથે લોકોમાં રખડતા પશુઓનો ડર જોવા મળી જાય છે જેના કારણે નગરજનોની માંગ છે કે વહેલી તકે આ રખડતા પશુઓને યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવે જેથી તેઓને રાહત થઈ શકે.

આ પણ વાંચો:

  1. સુરતમાં ડુમ્મસ બીચ ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ અંતર્ગત કોસ્ટલ ક્લિનીંગ ડ્રાઈવ યોજાઈ, NSSના 500 યુવાઓએ ભાગ લીધો - international clean day
  2. છેલ્લા 5 વર્ષમાં AMC સામે થયા 60 કેસ, બધામાં AMC ને મળી હાર - COURT CASE AGAINST AMC

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.