રાજકોટ: ઉપલેટાનો એક પ્રજાપતિ પરિવાર છેલ્લા 35 વર્ષથી માટી કામ કરીને વિવિધ વસ્તુઓનું નિર્માણ કરે છે. જેમાં ખાસ કરીને આધુનિક યુગમાં લુપ્ત થઈ રહેલા માટીકામને કરીને પર્યાવરણને નુકશાન ન થાય તેમજ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાઓ જળવાઈ રહે તે માટે માટીના ગરબાઓ બનાવી રહ્યો છે.
માટી કામના આ નિર્માણમાં તેમના માટે વર્ષની સૌથી મોટી સિઝન અને આવકનો સ્ત્રોત એવા નવરાત્રીના પવન પર્વ પર જેની સૌથી વધુ માંગ હોય છે. તેવા નવરાત્રી માટેના ખાસ માટીના ગરબાઓ બનાવીને લૂપ્ત થઈ રહેલી કલા અને કારીગરીને પરંપરાગત રીતે જાળવી રહ્યા છે અને પ્રકૃતિને પણ નુકશાન ના થાય તે માટે પણ તેઓ પ્રયત્નો કરીને નવરાત્રી માટે ગરબાનું નિર્માણ કરી રહ્યા છે.
ગરબો બનાવવામાં 10 થી 12 કલાકની મહેનત: છેલ્લા 35 વર્ષથી માટીના ગરબા બનાવનારા ઉપલેટાના મહેશભાઈ પ્રજાપતિએ ETV BHARAT ને જણાવ્યું હતું કે, ગરબા તૈયાર કરવા માટે દૈનિક 10 થી 12 કલાક મહેનત કરવી પડતી હોય છે. સામાન્ય રીતે એક ગરબાને તૈયાર કરવા માટે ખુલ્લુ અને તડકાવાળું વાતાવરણ હોય તો 3 થી 5 દિવસ જેટલો સમય લાગે છે. જ્યારે વાદળછાયું કે વરસાદી વાતાવરણ હોય તો ઘણી વાર આ કામમાં વિલંબ પણ થાય છે. આ સાથે રોજની 10 થી 12 કલાકની મહેનતથી આશરે 70 થી 100 જેટલા ગરબા તૈયાર થાય છે.

લોકો વિવિધ ડિઝાઇનના ગરબાની માંગ કરે છે: વધુમાં મહેશભાઈએ જણાવ્યું હતું કે, આ ગામડાઓમાં લોકો વિવિધ ડિઝાઇન અને સુશોભનની માંગણી કરે છે. પરંપરાગત માટીના ગરબાઓમાં કારીગરી કરીને ગરબાઓ તૈયાર કરીએ છીએ. અગાઉના સમયમાં લોકો સાદા કલરવાળા ગરબાઓ માંગતા હતા. ત્યારે અમે પણ માત્ર ગરબાને સાદા કલર જ કરતા હતા. પરંતુ હવે ગરબાઓમાં અવનવી ડિઝાઈન, પેઇન્ટીંગ કરવામાં આવે છે. છેલ્લા કેટલાંય વર્ષોથી તો ગરબામાં આભૂષણથી સુશોભિત કરવામાં આવે છે. ત્યારે આ પ્રજાપતિ પરીવાર દ્વારા તૈયાર કરાયેલા ગરબાને જથ્થાબંધ, હોલસેલ તેમજ રિટેઇલમાં બજારમાં વેચાણ કરવામાં આવે છે અને સાથે જ આ પરિવાર દ્વારા રેકડીમાં ફેરીઓ પણ કરવામાં આવે છે.

પ્રજાપતિ પરિવાર આગવી કળાથી ગરબો બનાવે છે: આ પ્રજાપતિ પરિવાર પોતાને મળેલા વારસા અને કળાથી ગરબાઓ બનાવે છે અને સાથે-સાથે અન્ય લોકોને પણ રોજગારી પૂરી પાડવામાં મદદરૂપ થાય છે. જેમાં તેઓ સાદા જથ્થાબંધ અને હોલસેલ ભાવે વહેંચીને અન્ય લોકોને પણ પૈસા કમાવવા માટે તક પૂરી પાડે છે. જ્યારે કેટલીક મહિલાઓ આ સાદા ગરબાને સુશોભિત કરવાનું કામ કરે છે અને રોજગારી પણ મેળવે છે. વેપારીઓ જથ્થાબંધ તૈયાર ગરબાઓનો નાનો-મોટો વેપાર કરીને રોજગારી મેળવતા હોય છે. પહેલા માટીના ગરબામાં લાલ કે ગેરૂ રંગ જ જોવા મળતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગરબામાં વિવિધ રંગોનો ઉપયોગ કરીને તેને સુશોભિત કરવામાં આવે છે. તેમાં આંભલા, ટીકી, સિતારા, મોતી સહીતના આભુષણોથી ગરબાને તૈયાર કરવામાં આવે છે. આ ગરબા રૂપિયા 25 થી લઈને 1500 રૂપિયા સુધીના વેચાય છે.

નવરાત્રી દરમિયાન ફેન્સી ગરબાની માંગ: અગાઉ માત્ર માટીના એક જ પ્રકારના ગરબા બજારમાં જોવા મળતા હતા. તેથી નવરાત્રીના એકાદ દિવસ પહેલા ખરીદી થતી હતી. પરંતુ નવી પેઢી પોતાના ગરબાને બીજા કરતા અલગ તેમજ પોતાની પસંદગી મુજબ ગરબા લેવાનું પસંદ કરતા હોય છે. તેથી નવરાત્રી પહેલા ઓર્ડર આપતા હોય છે. અથવા બજાર મળતા નવી ડિઝાઈન અને અલગ કલરના ગરબા ખરીદતા હોય છે. નવરાત્રી પર્વમાં ગરબાનું વેચાણ તો થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને નવી ડિઝાઈન સાથે ગરબા તૈયાર કરે છે. ત્યારે આ પ્રજાપતિ પરીવાર માટીથી ગરબા બનાવીને તેને આકર્ષક ડિઝાઈન, રંગથી સુશોભિત કરે છે. જેની નવરાત્રી દરમિયાન ખૂબ માંગ રહેતી હોય છે.

લોકો માતાજીના ગરબાનું કરે છે સ્થાપન: નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સૌ કોઈ લોકો પોતાના નિવાસ સ્થાને અને ધાર્મિક સ્થળ પર માતાજીના ગરબાનું સ્થાપન કરે છે. ત્યારે આ ગરબાનું સ્થાપન અને તેમનું મહત્વ પણ ખૂબ જ વધારે હોય છે. આ ગરબાની વાત કરવામાં આવે તો બજારની અંદર ગરબાના ભાવ હાલમાં રૂપિયા 30 થી લઈને 150 રૂપિયા સુધીના રાખવામાં આવે છે. જેથી સૌ કોઈ લોકોને આ ભાવ પોષાય અને ગરબા બનાવનારા પ્રજાપતિ પરિવારને પણ તેમની મહેનત અને ખર્ચનું યોગ્ય વળતર અને ખર્ચ ઉપજ મળે તે માટેનું આયોજન થતું હોય છે.
પરિવાર છેલ્લા 35 વર્ષથી બનાવે છે ગરબાઓ: વર્તમાન સમયની અંદર લોકો આધુનિક અને પી.ઓ.પી. ના ગરબાઓનો ઉપયોગ કરી રહ્યા છે. તે પ્રકૃતિ માટે નુકસાનકારક છે. ઉપરાંત ગરબાને જ્યારે વિસર્જન કરી દેવામાં આવે છે. તે બાદ ગરબાના ટુકડાઓ કચરાની જેમ ફેલાય છે અને આ ટુકડાઓ પગમાં આવી ચડતા આસ્થા અને શ્રદ્ધાનું અપમાન થાય છે. તેથી આવી કોઈ આસ્થા અને શ્રદ્ધા અને લોકોની લાગણીઓ દુભાય નહીં તેમજ પ્રકૃતિ અને પર્યાવરણને કોઈ નુકસાન ન થાય ઉપરાંત પર્યાવરણને ફાયદો થાય તેવા નેક આશય સાથે ઉપલેટાનો આ પ્રજાપતિ પરિવાર છેલ્લા 35 વર્ષથી માટીના ગરબા બનાવે છે અને બજારની અંદર આવી મોંઘવારીના સમયમાં પણ પ્રકૃતિ અને ધાર્મિક લાગણી જળવાઈ રહે તે માટે કામગીરી અને કારીગરી કરતું નજરે પડે છે.
પર્યાવરણને હાનિ ન થાય એ રીતે બનાવાય છે ગરબો: નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે નાના ગરબા તેમજ મોટા ગરબાઓ લોકો પોતાના ઘરમાં સ્થાપિત કરતા હોય છે. ત્યારે આ ગરબામાં માટીના ગરબાની જ્યારે સ્થાપના કરવામાં આવે છે. ત્યારે આ માટીના ગરબા નવરાત્રી પૂર્ણ થયા બાદ વિસર્જન કરી દેવામાં આવે છે. આ વિસર્જિત થયેલા શુધ્ધ માટીના આ ગરબાના કારણે પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. ઉપરાંત લોકોની આસ્થા અને શ્રદ્ધા એટલે કે જળવાઈ રહે છે. જે રીતે 9 દિવસ ગરબાની પૂજા અર્ચના કરી કરાય છે અને માતાજીની આરાધના થઇ હોય છે. તે ગરબાને નુકસાન ન થાય તેમ જ ધાર્મિક લાગણીને કોઈ ઠેસ ન પહોંચે તેમજ જાણતા કે અજાણતા આ ગરબાના ટુકડાઓ લોકોને ઠોકરે આવે તેનું ધ્યાન રાખીને ઉપલેટાના આ પરિવારે પરંપરા જાળવી રાખી છે અને પોતાને કુદરતી મળેલી વારસાઈને પણ જાળવી રાખી છે. ત્યારે આ પરિવાર પોતાને મળેલી આ કળાનો વારસો જાળવીને નવરાત્રીના અંતિમ દિવસો દરમિયાન ફેરી કરીને ઘરે-ઘરે ગરબા વેચવા માટે જાય છે અને લોકો પણ તેમના આધુનિક અને પરંપરાગત પ્રણાલીથી બનેલા ગરબાને ખરીદવા માટે ઉત્સુક જોવા મળે છે.
આ પણ વાંચો: