- વડોદરા ખાતે યોજાઇ હતી મને વ્હાલી મારી માતૃભાષા વક્તૃત્વ સ્પર્ધા
- વક્તૃત્વ સ્પર્ધામાં ડીસાના આશ્રય સોનીનો પ્રથમ નંબર
- ટ્રોફી અને પાર્ટી આપી જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા સન્માન કરાયું
બનાસકાંઠા: કોરોના મહામારીના કારણે હાલમાં તમામ સંસ્થાઓ દ્વારા ઓનલાઇન સ્પર્ધાઓનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે આશયથી દર વર્ષે ગુજરાતમાં અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે. પરંતુ આ વર્ષે કોરોનાવાયરસની મહામારીના કારણે હાલમાં તમામ સ્પર્ધાઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વિદ્યાર્થીઓ તાજેતરમાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા બન્યા છે. વડોદરા ખાતે તાજેતરમાં જ જુનિયર ચેમ્બર નેશનલ સંસ્થા દ્વારા 'મને વ્હાલી મારી માતૃભાષા' વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી વિવિધ શાળાના બાળકોએ ભાગ લીધો હતો અને તમામ બાળકોએ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિના દર્શન કરાવ્યા હતા.
આ પણ વાંચો: પાટણમાં વોટર કલર પેઈન્ટીંગ કોન્ટેસ્ટનું આયોજન કરાયુ
'મને વ્હાલી મારી માતૃભાષા' વક્તૃત્વ સ્પર્ધામાં ડીસાના આશ્રય સોની નો પ્રથમ નંબર
જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ વડોદરા સંસ્કારી નગરી સંસ્થા દ્વારા માતૃભાષાના વિકાસ માટે બાળકો વચ્ચે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે પણ વડોદરાથી ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસાની આદર્શ હાઇસ્કુલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા 12 વર્ષીય વિદ્યાર્થી આશ્રય સોની સહિત ગુજરાતમાંથી અનેક બાળકોએ પણ ઓનલાઇન સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગુજરાતમાંથી બાળકોએ ભાગ લઈને માતૃભાષા ગુજરાતીમાં અભ્યાસ કરતાં બાળકોની માનસિકતા કેટલી મજબૂત હોય છે તેવા વિષયો પર વક્તૃત્વ આપ્યું હતું. જેમાં ડીસાના આશ્રય સોની નામના આ બાળકે 'મને વ્હાલી મારી માતૃભાષા' પર વક્તવ્ય આપ્યું હતું. તેની સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે પસંદગી થઇ છે.
ટ્રોફી અને પાર્ટી આપી જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા સન્માન કરાયું
ડીસાના આશ્રય સોનીનો સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર આવતા જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા તેને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. ડીસાની આદર્શ હાઇસ્કુલમાં અભ્યાસ કરતો નાનકડો વિદ્યાર્થી સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર લાગતા શાળા પરિવાર તેમજ સોની સમાજ દ્વારા પણ તેનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: સુરતમાં હોડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું