ETV Bharat / state

ડીસાના વેપારીએ પોતાની દુકાનનું મુહૂર્ત સફાઈ કામદારો જોડે કરાવ્યું - Merchant

બનાસકાંઠાઃ ડીસામાં આજે એક વેપારીએ પોતાના દુકાનનું મુહૂર્ત જે આપણા શહેરને સ્વચ્છ રાખે છે તેમના હસ્તે કરાવ્યું હતું. ડીસા નગરપાલિકામાં વર્ગ-4ના કર્મચારીઓના હસ્તે આ મુહૂર્ત પ્રથમવાર થતા તેમના ચેહરા પર ખુશી જોવા મળી હતી.

ડીસાના વેપારીએ પોતાની દૂકાનનું મુહૂર્ત સફાઈ કામદારો જોડે કરાવ્યું
author img

By

Published : Aug 3, 2019, 9:31 PM IST

ભારત દેશ જ્યારથી આઝાદ થયો છે, ત્યારથી આપણા દેશને સ્વચ્છ રાખવાનું કામ સફાઈ કામદારો કરે છે. સવારે આપણે વેલા ઉઠીએ કે ના ઉઠીએ સફાઈ કામદારો સવારે વહેલા ઉઠીને આપણા શહેરને સ્વચ્છ કરવાનું કામ શરૂ કરી દે છે. ત્યારે સેવાની ભાવના રાખનાર ડીસાના એક વેપારી અમરતભાઈ કચ્છવા દ્વારા તેમની નવી દુકાનની શરૂઆત કરવા જતાં પહેલાં તેમના મનમાં વિચાર આવ્યો કે મારે મારી દુકાનનું મુહૂર્ત શહેરને સ્વચ્છ રાખનારાઓના હસ્તે કરાવવું છે. ત્યારે ડીસા નગરપાલિકા ખાતે ડીસા શહેરને સ્વચ્છ રાખનાર વર્ગ-4ના કર્મચારીઓને સાડી આપી પોતાની દુકાનની શરૂઆત કરી હતી.

ડીસાના વેપારીએ પોતાની દુકાનનું મુહૂર્ત સફાઈ કામદારો જોડે કરાવ્યું

પહેલી વાર પોતાના હસ્તે ડીસાના વેપારી દ્વારા દુકાનની શરૂઆત થતા તેમના ચેહરા પર ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે અમરતભાઈ કચ્છવાએ જણાવ્યું હતું કે, હવેથી કોઈ પણ અનાથ દીકરી કે જેના માતા પિતા ન હોય તેવી દીકરીઓ પોતાના લગ્ન પ્રસંગે મારી દુકાનેથી પાંચ સાડીઓ, લગ્નનું પાનેતર અને એક બેગ ગમે ત્યારે લઈ જઈ શકે છે.

ડીસાના વેપારી અમરતભાઈ કચ્છવાના દ્વારા કરવામાં આવેલ આ ભગીરથ કાર્યથી વર્ગ-4ના કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી. વર્ગ-4ના કર્મચારીઓના ચેહરા પર જે ખુશી જોવા મળી રહી છે તેનું કારણ છે કે સૌ પ્રથમવાર કોઈ વેપારી દ્વારા સફાઈ કામદારોના હસ્તે પોતાની દુકાનની શરૂઆત કરતા પહેલા અમારા જેવા ગરીબ લોકોને સાડીઓ આપવામાં આવી હોય. ત્યારે વર્ગ-4ના કર્મચારીઓના પ્રમુખે જણાવ્યું હતું કે અમારું કામ માત્ર શહેરને સ્વચ્છ કરવાનું હોય છે, ત્યારે ડીસામાં અમરતભાઈ દ્વારા સૌ પ્રથમવાર અમારું સન્માન કરતા અમને ખૂબ જ આનંદ આવ્યો હતો.

Intro:લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.31 07 2019

સ્લગ..... ડીસા ના વેપારીએ પોતાની દુકાન નું મુહૂર્ત સફાઈ કામદારો જોડે કરાવ્યું....

એન્કર.... ડીસામાં આજે એક વેપારીએ પોતાના દુકાનનું મુહૂર્ત જે આપણા શહેરને સ્વચ્છ રાખે છે તેમના હસ્તે કરાવ્યું હતું ડીસા નગરપાલિકામાં વર્ગ-૪ના કર્મચારીઓના હસ્તે આ મુહૂર્ત થતા પ્રથમવાર થતા તેમના ચેહરા પર ખુશી જોવા મળી હતી.....

Body:વિઓ.....ભારત દેશ જ્યાર થી આઝાદ થયો છે ત્યાર થી આપણા દેશ ને સ્વચ્છ રાખવાનું કામ સફાઈ કામદારો કરે છે.સવારે આપણે વેલા ઉઠીએ કે ના ઉઠીએ સફાઈ કામદારો સવારે વહેલા ઉઠીને આપણા શહેરને સ્વચ્છ કરવાનું કામ શરૂ કરી દે છે જ્યારે સવારે આપણે ઉઠીએ ત્યારે આપનો વિસ્તાર સ્વચ્છ થઈ ગયો હોય તે સફાઈ કામદારો ના કારણે જ થાય છે ત્યારે ડીસા ના એક વેપારી કે જેમનું નામ છે અમરતભાઈ કચ્છવા. નાનાપણ થી જ લોકોની સેવા કરવાની ભાવના રાખતા અમરતભાઈ કચ્છવા દ્વારા આજે તેમની નવી દુકાનની શરૂવાત કરવા જતાં પહેલાં તેમના મનમાં વિચાર આવ્યો કે મારે મારી દુકાનની શરૂવાત મારા શહેરને સ્વચ્છ રાખનારાઓના હસ્તે કરાવવું છે ત્યારે ડીસા નગરપાલિકા ખાતે ડીસા શહેરને સ્વચ્છ રાખનાર વર્ગ-4 ના કર્મચારીઓને સાડી આપી પોતાની દુકાનની શરૂવાત કરી હતી. પહેલી વાર પોતાના હસ્તે ડીસાના વેપારી દ્વારા દુકાનની શરૂવાત થતા તેમના ચેહરા પર ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે અમરતભાઈ કચ્છવાએ જણાવ્યું હતું કે હવે થી કોઈ પણ અનાથ દીકરી કે જેના માતા પિતા ન હોય તેવી દીકરીઓ પોતાના લગ્ન પ્રસંગે મારી દુકાને થી પાંચ સાડીઓ, લગ્નનું પાનેતર અને એક બેગ ગમે ત્યારે લઈ જવાની જાહેરાત કરી હતી....

બાઈટ.... અમરત કચ્છવા
( વેપારી )

Conclusion:વિઓ....ડીસાના વેપારી અમરતભાઈ કચ્છવાના દ્વારા કરવામાં આવેલ આ ભગીરથ કાર્યથી વર્ગ-4 ના કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી. આપ જે વર્ગ-4 ના કર્મચારીઓના ચેહરા પર જે ખુશી જોવા મળી રહી છે તેનું કારણ છે કે સૌ પ્રથમવાર કોઈ વેપારી દ્વારા સફાઈ કામદારો ના હસ્તે પોતાની દુકાની શરૂવાત કરતા પહેલા અમારા જેવા ગરીબ લોકોને સાડીઓ આપવામાં આવી હોય. ત્યારે વર્ગ-4 ના કર્મચારીઓના પ્રમુખે જણાવ્યું હતું કે અમારું કામ માત્ર શહેરને સ્વચ્છ કરવાનું હોય છે ત્યારે ડીસામાં અમરતભાઈ દ્વારા સૌ પ્રથમવાર અમારું સન્માન કરતા અમને ખૂબ જ આનંદ આવ્યો હતો...

બાઈટ....કિશોર મેજીયાતર
( સફાઈ કામદાર પ્રમુખ )

વિઓ... ડીસા નગરપાલિકામાં 50 થી વધુ સફાઈ કામદારો શહેરને દરરોજ સ્વચ્છ રાખવાનું કામ કરે છે ત્યારે અહીંયા બેઠીલી મહિલાઓ ના ચહેરા પર ખુશીનું કારણ છે કે ડીસા માં એક વેપારી દ્વારા પહેલી વાર તેમને સાડી આપી અને તેમની દુકાનની શરૂવાત કરવામાં આવી હતી. બીજી તરફ પોતાની દીકરી ના લગ્ન પ્રસંગે હવે અમરતભાઈ કચ્છવા દ્વારા સદીઓ, પાનેતર આપવામાં આવતા તેમનું મોટું દુઃખ દૂર થતાં તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી....

બાઈટ... હંસાબેન મેજીયાતર
( સફાઈ કામદાર )

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.