ETV Bharat / state

Deesa Market Yard: ડીસા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ બમણા થતા ખેડૂતોમાં ખુશી - Cumin prices at Deesa Market Yard

ડીસામાં આ વર્ષે જીરાની આવક શરૂ થતાં જ( Deesa Market Yard)ગત વર્ષની સરખામણીમાં જીરાના ભાવોમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. ડીસા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ (Cumin prices at Deesa Market Yard)બમણા થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

Deesa Market Yard: ડીસા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ બમણા થતા ખેડૂતોમાં ખુશી

author img

By

Published : Mar 2, 2022, 9:13 PM IST

બનાસકાંઠા: ડીસામાં આ વર્ષે જીરાની આવક શરૂ થતાં જ ગત વર્ષની( Cumin prices at Deesa Market Yard)સરખામણીમાં જીરાના ભાવોમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. જીરાના ભાવ વધારા પાછળનું (Cumin prices at Deesa Market Yard)કારણ વેપારીઓ જીરાના થયેલા ઓછા વાવેતર અને બગાડના લીધે ઉત્પાદન ઘટતા ભાવોમાં વધારો હોવાનું જણાવી રહ્યા છે.

ડીસા માર્કેટ યાર્ડ

જીરાનું વાવેતર

જિલ્લાના સરહદી વિસ્તારમાં રવિ સિઝન દરમ્યાન મોટા ભાગના ખેડૂતો જીરાનું વાવેતર(Planting of Banaskantha cumin )કરતાં હોય છે. સરહદી વિસ્તાર એવા વાવ, સૂઈગામ, થરાદ અને ભાભર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેડૂતો રવિ સિઝનમાં જીરાનું વાવેતર કરતાં હોય છે. પરંતુ આ વર્ષે સરહદી પંથકના ખેડૂતોએ જીરાનું વાવેતર ઓછું કર્યું હતું અને ત્યારબાદ જીરાના વાવેતરમાં રોગચાળો આવી જતાં જીરાના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેથી ઉત્પાદન ઘટતા જીરાના ભાવો આસમાને પહોંચી ગયા છે. ચાલુ વર્ષે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે જીરાનું વાવેતર થયું હતું તેના કારણે ખેડૂતોને સારું ઉત્પાદન મળશે તેવી આશા હતી. પરંતુ ઉત્પાદનમાં ફરી ખેડૂતોને કુદરતે નિરાશ કર્યા છે અને વારંવાર બદલાતા વાતાવરણથી જીરાના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ કચ્છના વાગડમાં એક લાખ હેકટરમાં રવિપાક, 70 હજાર હેકટરમાં માત્ર જીરૂ...

જીરાના ભાવમાં વધારો

બનાસકાંઠા વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે આમ તો વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછતના કારણે ખેડૂતો સીઝન આધારિત(Deesa Market Yard ) ખેતી કરતા હતા. પરંતુ જ્યારથી બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલ આવે છે. ત્યાંથી જિલ્લાના ખેડૂતો દરેક સિઝનમાં સારુ ઉત્પાદન મેળવી અને સારી આવક મેળવી રહ્યા છે પરંતુ આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વારંવાર બદલાતા વાતાવરણથી ખેડૂતોને પાકમાં અનેક ગણું નુકસાન વેઠવાનો વારો આવે છે. ચાલુ વર્ષે ખેડૂતોએ બનાસકાંઠા જિલ્લામાં જીરાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું ત્યારે આ વર્ષે સારા ભાવ મળતાં ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે જીરાના ભાવ 2000થી 2500 રૂપિયા પ્રતિ 20 કિલો હતા તે જ ભાવ આ વર્ષે પ્રતિ વીસ કિલોએ 3500થી 4000 પહોંચી ગયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

માર્કેટ યાર્ડ દ્વારા જીરાની ખરીદી શરૂ

ગુજરાતમાં જીરાની સહુથી વધુ આવા ઊંઝા માર્કેટમાં થાય છે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા મથકોમાં પણ જીરાનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે. સરહદી વિસ્તારમાં થતાં જીરાના વાવેતરને પગલે હવે ડીસા ખાતે પણ સ્થાનિક બજાર સમિતિ દ્વારા જીરાની ખરીદી શરૂ કરવામાં આવી છે. ડીસા માર્કેટ યાર્ડના સેક્રેટરી પણ જણાવી રહ્યા છે કે આ વર્ષે જીરાનું વાવેતર ઘટવા ઉપરાંત જીરાની વાવેતરમાં રોગચાળાને લીધે બગાડ થયો છે અને તેના લીધે જીરાના ભાવો ગત વર્ષની સરખામણી બમણા છે.
આ પણ વાંચોઃ પાટણમાં ભેળસેળવાળું બનાવટી જીરૂ વેચવાનાં કૌભાંડનો પર્દાફાશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.