ETV Bharat / state

Banaskantha News: મગફળીનો ભાવ 1400-1700 રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશી, સિંગતેલમાં ભાવ ઘટશે? - Disa farmers are happy

ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતો ઉનાળુ મગફળી ભરાવવા માટે આવી રહ્યા છે. જેના કારણે અત્યાર સુધી ડીસા માર્કેટયાર્ડમાં 4 લાખ મગફળીની બોરીની આવક થઈ છે. હાલમાં ખેડૂતોને મગફળીમાં પ્રતિ મણે 1700 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ડીસામાં ખેડુતોને મગફળી નો ભાવ 1400 થી 1700 રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશી

author img

By

Published : Jun 29, 2023, 2:28 PM IST

ડીસામાં ખેડુતોને મગફળી નો ભાવ 1400 થી 1700 રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશી

ડીસા: ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું વાવેતર ખેડૂતોએ મોટા પ્રમાણમાં કર્યું હતું. મગફળીનું વાવેતર કર્યા બાદ ખેડૂતોને અનેક કુદરતી આફતનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે સારું એવું મગફળીમાં ખેડૂતોને ઉત્પાદન મળ્યું છે. ત્યારે ડીસા તાલુકામાં પણ ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું. ગત વર્ષ કરતાં પણ આ વર્ષે ડીસા તાલુકામાં સૌથી વધુ મગફળીનું ખેડૂતોએ વાવેતર સારા ભાવની આશાએ કર્યું હતું. જોકે, સ્થાનિકોમાં ચર્ચા એ થઈ રહી છે કે, આ વખતે સિંગતેલના ભાવ ઘટશે કે નહીં?

માર્કેટયાર્ડમાં મગફળીના પાક: જે પ્રમાણે સતત કમોસમી વરસાદ પડ્યો હતો. તેના કારણે મગફળીના પાકમાં ખેડૂતોને ચિંતા બંધાઈ હતી. પરંતુ હાલમાં વરસાદ બંધ થતા ખેડૂતો મગફળી નીકળવાનું શરૂઆત કરી દીધી છે. મોટાભાગના તમામ ખેડૂતોએ પોતાના ખેતરોમાંથી મગફળી નીકાળી દીધી છે. જેને લઇ હવે પોતાનો ભીનો અને સૂકો મગફળીનો પાક લઈને ખેડૂતો માર્કેટયાર્ડ તરફ પડ્યા છે. હાલમાં ખેડૂતો ડીસા માર્કેટ યાર્ડમાં પોતાનો મગફળીનો માલ પર આવતા હાલ માર્કેટયાર્ડમાં મગફળીના પાકથી ઉભરાઈ રહ્યું છે.

ચાર લાખ બોરીની આવક: અત્યાર સુધી ડીસા માર્કેટ યાર્ડમાં ચાર લાખ બોરીની આવક મગફળીની નોંધાઈ છે. શરૂઆતમાં ખેડૂતોને 1400 રૂપિયા જેટલો મગફળીમાં ભાવ મળતો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ડીસા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવમાં ઉછાળો આવ્યો છે. અત્યારે ખેડૂતોને મગફળીમાં 1700 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ગત વર્ષે જે ખેડૂતોને માત્ર 1300 થી 1400 રૂપિયા જેટલો ભાવ મગફળીમાં મળ્યો હતો. તે ખેડૂતોને આ વર્ષે 1700 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ જે પ્રમાણે સતત ડીસા તાલુકામાં નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો તેના કારણે ક્યાંક ને ક્યાંક મગફળી ભીની થવાના કારણે ખેડૂતોને થોડું ઘણું નુકસાન જોવા મળી રહ્યું છે.

સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી: આ બાબતે માર્કેટયાર્ડમાં મગફળી વેચવા માટે આવેલા ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ વર્ષે અમને ₹1,400 થી કરીને 1,700 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે એટલે અમે ખુશ છીએ આમ તો વરસાદના કારણે થોડા ઘણો નુકસાન થયું છે પરંતુ અહીં અમને સારા ભાવ મળ્યા છે એટલે સારું છે જેને કારણે એટલું બધું નુકસાન થતું નથી ગયા વર્ષે નહોતા મળ્યા પરંતુ આ વર્ષે ભાવ મળ્યા છે એટલે અમે ખુશ છીએ.માર્કેટ યાર્ડના સેક્રેટરીઆ બાબતે માર્કેટ યાર્ડના સેક્રેટરી એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં મગફળીની આવક શરૂ છે. અત્યાર સુધીમાં આ વર્ષે કુલ ચાર લાખ જેટલી મગફળીની બોરીની આવક થઈ છે. ખેડૂતોને પણ આ વર્ષે ભાવ સારા મળી રહ્યા છે. જેમાં 1400 રૂપિયાથી કરી 1700 રૂપિયા ભાવ મળી રહ્યો છે. ત્યારે ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે.

  1. Gujarat Monsoon: સમગ્ર પાટણ પંથકમાં પાણી...પાણી...રસ્તા પર નદીઓ વહેતી હોય એવું ચિત્ર
  2. Gujarat Monsoon 2023: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, 147 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.