બનાસકાંઠાઃ જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો ખેતી અને પશુપાલન પર પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું ઉત્પાદન થાય છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી સતત મંદીના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં બટાટાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું અને બટાટાના ભાવ પણ સારા મળી રહ્યા હતા, પરંતુ વારંવાર કમોસમી વરસાદ અને હવામાન પલટાના કારણે ખેડૂતોને ઉત્પાદન ઓછું થયું છે. ૫૦ ટકા જેટલા બટાટામાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ ખેડૂત ચાલુ વર્ષે કો સ્ટોરેજમાં બટાટા પણ મુખ્ય નથી કારણ કે કોલ્ડસ્ટોરેજના માલિકો દ્વારા ચાર મહિના સુધી ખેડૂતોને પેમેન્ટ ન કરતા ખેડૂતોએ આ વર્ષે પોતાના ખેતરમાંથી જદા વેપારીઓને બટાટા વેચી દીધા છે. જેના કારણે ખેડૂતોને 30 ટકા જેટલો બટાટામાં નુકસાન વેઠવાનો વારો આવે છે.
બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે દોઢ લાખ હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થાય છે. જેના કારણે જાહેરમાં ગુજરાતમાં સૌથી વધુ એટલે કે 210 જેટલા કોલ્ડસ્ટોરેજ ડીસા શહેરમાં આવેલા છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બટાટા મંદીનો માહોલ હોવાને કારણે બટાટાના ઉપયોગ ઝડપથી પડી ભાંગ્યો છે, કોલ્ડસ્ટોરેજ માલિકો પણ લોન લીધા બાદ બટાટાનો ભાવ ગગડી જતા કેટલા સ્ટોર માલિકો લોન્ચ કરી શકતા નથી. જેના કારણે 30 ટકા જેટલા કોલ્ડસ્ટોરેજમાં તાળાં પણ લાગી ચૂક્યા છે, બાકીના સ્ટોર પણ ગંભીર અવસ્થામાં છે, બટાટાના ધંધા પર બનાસકાંઠા જિલ્લાના બે લાખથી પણ વધુ લોકોની રહે છે, ત્યારે હવે સરકાર આગામી સમયમાં બટાટાના ખેડૂતોને બેઠું કરવા માટે યોગ્ય સહાય આપે તેવી ખેડૂતોની માંગ છે.