ETV Bharat / state

Deesa Corona Third Wave Start: ડીસાની શાળામાં શિક્ષક અને વિધાર્થીની કોરોના પોઝિટિવ - શિક્ષક અને વિધાર્થીની કોરોના પોઝિટિવ

ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના એક શિક્ષક અને એક વિધાર્થીની કોરોના (Deesa Corona Third Wave Start) પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. શાળામાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે. એટલે શાળાઓના ઓનલાઈન અભ્યાસ વિશે સરકાર દ્વારા પણ વિચારવું જરૂરી બની ગયું છે.

Deesa Corona Third Wave Start: ડીસાની શાળામાં શિક્ષક અને વિધાર્થીની કોરોના પોઝિટિવ

author img

By

Published : Jan 5, 2022, 11:02 PM IST

ડીસા: કોરોના વાઇરસ એકવાર ફરી માથું ઊંચકી રહ્યો છે. બેકાબુ બનેલા કોરોના (Deesa Corona Third Wave Start)એ હવે શાળામાં પણ એન્ટ્રી કરી દીધી છે. ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના એક શિક્ષક અને એક વિધાર્થીની પોઝિટિવ (Teacher and Student Corona Positive) આવતા તંત્ર દોડતું થઈ ગયું છે.

Deesa Corona Third Wave Start: ડીસાની શાળામાં શિક્ષક અને વિધાર્થીની કોરોના પોઝિટિવ

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ

સમગ્ર ભારતભરમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર (Corona third wave in India) શરૂ થઈ ગઈ છે, ખાસ કરીને હાલમાં સમગ્ર ગુજરાતભરમાં રોજેરોજ કોરોના વાયરસના નવા કેસો મોટી સંખ્યામાં વધી રહ્યા છે, જેના પગલે હવે બનાસકાંઠા જિલ્લામાં પણ એક બાદ એક કોરોનાવાયરસ (Corona in banaskatha )ના કેસો સામે આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અગાઉ પણ લંડનથી આવેલા એક યુવકને કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો હતો. જેને હાલ ડીસા ખાતે સારવાર આપવામાં આવી રહી છે. જે બાદ આજે વધુ બે કોરોના પોઝિટિવ કેસ સામે આવતા બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે.

શાળાના શિક્ષક અને વિદ્યાર્થિનીને કોરોના પોઝિટિવ

કોરોના વાયરસની ત્રીજી લહેરે એન્ટ્રી કરી દીધી છે. અને ભારતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ પ્રતિદિન 58 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે. ત્યારે હવે કોરોનાએ શાળાઓમાં એન્ટ્રી કરી દિધી છે. શાળામાં કોરોના વાયરસની એન્ટ્રી એ ખૂબ જ ભયાનક બાબત છે. કારણ કે બાળકોને હજુ સુધી વેક્સિનેટ કરવામાં આવ્યા નથી અને તેના લીધે બાળકોમાં સંક્રમણ ઝડપથી ફેલાવવાની દહેશત છે. ચિંતાની વાત એ છે કે ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલમાં (Corona in Deesa school) પણ શિક્ષક અને વિધાર્થીની કોરોના પોઝિટિવ આવી છે. શાળાના શિક્ષકને શરદી અને ખાંસીના લક્ષણો જણાતા ડીસાના અર્બન હેલ્થ સેન્ટર પર સારવાર માટે ગયેલા હતા. તે દરમ્યાન અર્બન હેલ્થ સેન્ટર પર શિક્ષકનો એન્ટીજન ટેસ્ટ લેવામાં આવતા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.

શાળાના તમામ વિદ્યાર્થીઓના સેમ્પલ લેવાયા

ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક હરકતમાં આવીને ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલમાં પહોંચી વિધાર્થીઓના એન્ટીજન ટેસ્ટ લેવામાં આવ્યા હતા. જેમાં દશમાં ધોરણમાં અભ્યાસ કરતી વિધાર્થીનીનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સરદાર પટેલ હાઈસ્કૂલમાં એક સાથે બે કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ડીસાનું આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે અને શાળામાં વધુને વધુને બાળકોના એન્ટીજન ટેસ્ટ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

ઓનલાઇન શિક્ષણ શરૂ કરવા વાલીઓની માંગ

ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલમાં કોરોનાના બે પોઝીટીવ કેશ આવતા શાળામાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે. ત્યારે જે રીતે કોરોનાના કેશોમાં વધારો થઈ રહ્યો છે અને શાળામાં કોરોનાની એન્ટ્રી થઈ જતા અન્ય શાળાના સંચાલકોએ પણ હવે ગંભીર બનવાની જરૂર છે. બાળકોમાં જો કોરોનાનું સંક્રમણ એકવાર ફેલાવવા માંડ્યું તો આગામી સમયમાં તેના ભયાનક પરિણામ આવી શકે તેમ છે.. એટલે શાળાઓના ઓનલાઈન અભ્યાસ વિશે સરકાર દ્વારા પણ વિચારવું જરૂરી બની ગયું છે.

આ પણ વાંચો:

Disable Child Vaccination: અમદાવાદમાં દિવ્યાંગ બાળકોને અપાઈ કોરોના વેક્સિન

Covid To End Up: મોસમી રોગચાળાની જેમ કોરોના ટૂંક સમયમાં સમાપ્ત થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.