ETV Bharat / state

બનાસકાંઠામાં સંત સદારામ બાપાના અંતિમ યાત્રામાં હજારો ભક્તો જોડાયા - Gujrati news

બનાસકાંઠા: જિલ્લાના ટોટાણા ગામને પોતાની કર્મભૂમિ બનાવી સમગ્ર ગુજરાતમાં ભક્તિ અને લોકસુધારાથી લોકોના દિલમાં વસી ગયેલા 110 વર્ષની વય ધરાવતા સંત સદારામ બાપાની અંતિમ દર્શન માટે હજારો ભક્તો અને સમાજના અગ્રણી અને ધારાસભ્યો દર્શનાર્થે પહોંચ્યા હતા. સમાજમાંથી કુરિવાજો અનેે વ્યસનમુક્તિ કાઢવામાં પોતાનું જીવન સમર્પણ કર્યું હતું. તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ભક્તોની લાંબી કતાર લાગી હતી.

sadaram
author img

By

Published : May 15, 2019, 11:33 AM IST

બનાસકાંઠાના ટોટાણા ગામને સંત સદારામ બાપાએ પોતાનું જીવન સમાજની સેવામાં સમર્પિત કર્યું હતું. છેલ્લા 20 દિવસથી તેમની નાદુરસ્ત તબિયત હોવાને કારણે તેઓને પાટણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. પરંતુ આજે અચાનક તેઓની તબિયત વધારે નાજુક બનતા તબીબોએ તેમને રજા આપી હતી. ત્યારબાદ સાંજે 6.45 વાગે અંતિમ શ્વાસ લઈ દેવલોક પામ્યા હતા.

sadaram

તેમના ભક્તો શ્રી સદારામ બાપુને લઈને તેમના મૂળ નિવાસ્થાને થરા પાસે આવેલા ટોટાણા આશ્રમ ખાતે લઇ આવ્યા હતા. જ્યાં તેમના અંતિમ દર્શન માટે તેમનો પર્થિવ દેહ રાખવામાં આવ્યો હતો. આ સમાચાર મળતા જ ઠાકોર સમાજના અગ્રણી અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ગુજરાત ભાજપ મહામંત્રી કે.સી પટેલ સહિત ઠાકોર સમાજના અગ્રણી અને તેમના ભક્તો અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા. સદારામ બાપાએ અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યા છે. આવા પરોપકારી અને સદાય બીજાના દુઃખમાં સહભાગી થઈ સમાજના વિકાસ માટે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરનાર સદારામ બાપા ની અંતિમ ઘડીઓમાં તેમના ભક્તો ખડે પગે હાજર રહ્યા હતા.

લોકેશન... કાંકરેજ.બનાસકાંઠા
રીપોર્ટર.. રોહિત ઠાકોર
તા. 14 05 2019

સ્લગ.........સંત સદારામ

એન્કર........બનાસકાંઠા માં સંત શિરોમણી પૂજ્ય સદારામ બાપુ ની તબીઉત્ત નાજુક થતા હજારો ભક્તો તેમના દર્શને આવી પહોંચ્યા હતા, સંત સદારામ બાપુએ લાખો લોકોને વ્યસન મુક્તિ કરી ,સમાજમાંથી કુરિવાજો દૂર કરી પોતાનું જીવન પરોપકાર માટે વિતાવતા તેમના ભક્તો તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી......

વી ઓ ......બનાસકાંઠા ના ટોટાણા ગામને પોતાની કર્મભૂમિ બનાવીને સમગ્ર ગુજરાતમાં ભક્તિ અને લોક સુધારાની સાથે સમાજમાં ઘર કરી ગયેલા વ્યસન અને કુરિવાજો ને દુર કરવાની પ્રેરણા આપતા ૧૧૦ વર્ષ ની વય ધરાવતા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી સદારામ બાપાની તબિયત નાદુરસ્ત થતા આજે હજારો ભક્તો તેમન દર્શન માટે આવી પહોંચ્યા હતા,  છેલ્લા ૨૦ દિવસથી બીમાર હોવાના કારણે તેઓને પાટણ હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરાયા હતા પરંતુ આજે અચાનક તેઓની તબિયત વધારે નાજુક બનતા તબીબોએ તેમને રજા આપી દેતા ઘરે લાવ્યા બાદ તેમણે સાંજે 6.45 વાગે અંતિમ શ્વાસ લઈ દેવલોક પામ્યા હતા, તેમના ભક્તો શ્રી સદારામ બાપુ ને લઈને તેમના મૂળ નિવાસ્થાને થરા પાસે આવેલા ટોટાણા આશ્રમ ખાતે લઇ આવ્યા હતા જ્યાં તેમના અંતિમ દર્શન માટે તેમનો પરથોવ દેહ રાખવામાં આવ્યો હતો, ટોટાણા ખાતે જન્મેલા શ્રી સદારામ બાપુ ના અંતિમ દર્શન માટે તેમના ભક્તો ની લાંબી કતારો લાગી ગઇ હતી , આ સમાચાર મળતા જ ઠાકોર સમાજના અગ્રણી અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ગુજરાત ભાજપ મહામંત્રી કે.સી પટેલ સહિત ઠાકોર સમાજના અગ્રણી અને તેમના ભક્તો અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા પોતાનું સમગ્ર જીવન વ્યસન મુક્તિ અને કુરિવાજો માં પતાવી દેનાર ૧૧૦ વર્ષના સદારામ બાપાએ અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યા છે અને સમાજમાંથી કુરિવાજો દૂર કર્યા છે આવા પરોપકારી અને સદાય બીજાના દુઃખમાં સહભાગી થઈ સમાજના વિકાસ માટે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરનાર સદારામ બાપા ની અંતિમ ઘડીઓમાં તેમના ભક્તો અને અન્યાયો ખડે પગે હાજર રહ્યા હતા, સદારામ બાપુ નો મુખ્ય આશ્રમ ટોટાણા ખાતે આવેલો છે આ સિવાય જૂનાગઢ અને માલસર ખાતે પણ તેઓના આશ્રમ આવેલો છે આ સિવાય બનાસકાંઠા માં ચિત્રોડા,દિયોદર અને વાસણાવાતમ ખાતે સદારામ બાપાના મંદિર પણ તેમના ભક્તો દ્વારા બનાવવામાં આવ્યા છે તો યુ પી ના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ, રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ પણ ગેમના આશ્રમ ની મુલાકાત લઈ ચુક્યા છે અને સદાય સમાજના વિકાસ માં જીવન વ્યતીત કરનાર સદારામ બાપુને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગરિમા એવોર્ડ થી પણ સન્માનિત કરાયા છે......

બાઈટ.......1...શંકર ચૌધરી
( ચેરમેન, બનાસડેરી )

બાઈટ......2...ગેનીબેન ઠાકોર
( ધારાસભ્ય, વાવ )

બાઈટ.....3...રસિકજી ઠાકોર
( ભક્ત )

બાઈટ... 4...દેવદાસ બાપુ
( સદારામ બાપુ ના ભત્રીજા )

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.