- દેશના અનેક રાજ્યમાં બર્ડ ફ્લૂનો કહેર વર્તાયો
- પાલનપુરમાં 3 કબૂતરના મોત
- પશુપાલન વિભાગે હાથ ધરી તપાસ
બનાસકાંઠાઃ જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે 3 કબૂતરોના ભેદી મોત નિપજ્યાં છે. જેથી જિલ્લા પશુપાલન વિભાગ દોડતું થયું છે. કબૂતરના નોંધાયેલા આ મોતના કારણે પશુપાલન વિભાગે સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
બનાસકાંઠામાં હજુ સુધી એક પણ બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો નથી
સમગ્ર રાજ્યમાં હાલ બર્ડ ફ્લૂની દહેશત વર્તાઈ રહી છે. જેને લીધે બનાસકાંઠા પશુપાલન વિભાગ સતર્ક બન્યું છે. જિલ્લાના તમામ 217 મરઘાફાર્મમાં સર્વેલન્સ તેમજ સેમ્પલની પ્રક્રિયા હાથ ધરાઈ છે, ત્યારે રવિવારે સાંજે પાલનપુરના જામપુરા વિસ્તારમાંથી 3 કબૂતરોના ભેદી મોત નિપજ્યાં છે. જેથી તંત્રમાં દોડધામ મચી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં હજુ સુઘી એક પણ બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો નથી.