ETV Bharat / state

ગુજરાત-રાજસ્થાન સરહદો પર નથી થતા કોરોના ટેસ્ટ, સરકારી આદેશનો ફિયાસ્કો

ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં પણ દિન-પ્રતિદિન કોરોના વકરતો જાય છે. જેને લઈ મોટાભાગના રાજ્યોમાં વહીવટીતંત્ર દ્વારા કોરોના ટેસ્ટ વગર પોતાના રાજ્યમાં પ્રવેશવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે અને અનેક રાજ્યોની સરહદ ઉપર ચેકપોસ્ટો દ્વારા રાજ્યમાં પ્રવેશતા લોકોના કોરોના ટેસ્ટ પણ કરાઈ રહ્યા છે, જયારે અંબાજી નજીક આવેલી ગુજરાત અને રાજસ્થાન બન્ને રાજ્યોની સરહદો ઉપર કોઈ પણ જાતના કોરોના ટેસ્ટ વગર પ્રવાસીઓ બિન્દાસ પ્રવાસ કરી રહ્યા છે.

બન્ને રાજ્યોની સરહદો ઉપર કોરોના ટેસ્ટ વગર પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા છે

author img

By

Published : Mar 30, 2021, 6:36 PM IST

  • ચેકપોસ્ટો દ્વારા રાજ્યમાં પ્રવેશતા લોકોના કોરોના ટેસ્ટ કરાઈ રહ્યા છે
  • બન્ને રાજ્યોની સરહદો ઉપર કોરોના ટેસ્ટ વગર પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા છે
  • પ્રવાસીઓ ગુજરાત-રાજસ્થાનની સરહદ પાર કરી માઉન્ટઆબુ જાય છે

બનાસકાંઠા: રાજસ્થાનનું માઉન્ટઆબુ ગુજરાતીઓ માટે કાશ્મીર સમાન છે અને ગુજરાતથી માઉન્ટઆબુ જતા મહતમ પ્રવાસીઓ અંબાજી દર્શન કરી અંબાજી નજીકની ગુજરાત-રાજસ્થાનની સરહદ પાર કરી માઉન્ટઆબુ અને અન્ય સ્થળોએ જાય છે, પણ હાલમાં આ કોરોના મહામારીને લીધે વધતા કેસોને લઈ જે રીતે રાજ્યોની સરહદ ઉપર કોરોના ટેસ્ટ વગર પ્રવેશ નહી આપવાની વાતનો છેદ અંબાજી નજીકની ગુજરાત જ નહી પણ રાજસ્થાન બોર્ડરે પણ ઉડાડ્યો છે.

પ્રવાસીઓ ગુજરાત-રાજસ્થાનની સરહદ પાર કરી માઉન્ટઆબુ જાય છે

આ પણ વાંચો: ભુજ શહેરમાં ધુળેટીની ઉજવણી અંગે ETV Bharatનું રિયાલિટી ચેક

કોરોના તપાસ કર્યા વગર પ્રવાસીઓના વાહનો બેરોકટોક અવરજવર કરી રહ્યા છે

એકબીજા રાજ્યમાં પ્રવેશ કરતા પ્રવાસીઓનો આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ કરવો જોઈએ.જેમાં રાજસ્થાન બોર્ડેર ઉપર કોઈ પણ જાતની કોરોના તપાસ કર્યા વગર મુસાફરોના વાહનો બેરોકટોક અવરજવર કરી રહ્યા છે અને આ બોર્ડર ઉપર કોઈ પણ જાતની આરોગ્યની ટીમ પણ ઉપસ્થિત જોવા મળી ન હતી. અમે આ બાબતે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો તો વાહનોમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ ખુદ પણ આ બાબતને લઇ ચિંતિત જોવા મળ્યા અને જયારે હાલની પરિસ્થિતિમાં કોરોના વધુને વધુ વકરી રહ્યો છે, ત્યારે એકબીજા રાજ્યમાં પ્રવેશ કરતા પ્રવાસીઓનું આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ કરવો જોઈએ તે બાબતનો હુંકાર કર્યો હતો.

આ પણ વાંચો: રાજકોટમાં રાત્રી કરફ્યૂને ETV Bharatનું રિયાલિટી ચેક

કોરોનાના કેસમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી

હાલમાં જે રીતે ગુજરાત અને રાજસ્થાન બન્ને રાજ્યોમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યા છે અને રાજસ્થાનમાં મોટું પ્રવાસન સ્થળ માઉન્ટઆબુ આવેલું છે અને બીજી તરફ ગુજરાતના અંબાજીમાં મોટું તીર્થસ્થળ અંબાજીધામ આવેલું છે. બન્ને રાજ્યોની વચ્ચે માંડ 50 કિલોમીટરની દુરી છે. બન્ને સ્થળોએ પ્રવાસીઓનો ભારે ઘસારો પણ રહેતો હોવાથી તાત્કાલિક અસરે અંબાજીથી માત્ર 5 કિલોમીટર દુર આવેલી બન્ને રાજ્યોની સરહદ ઉપર કોરોનાના ટેસ્ટ થાય તે જરૂરી બન્યું છે. નહી તો, આવનારા સમયમાં કોરોનાના કેસમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.