ETV Bharat / state

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી : ડીસાના વોર્ડ નંબર 2ના લોકો સાથે વાતચીત - સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ ડીસામાં રાજકીય ગરમાવો શરૂ થઈ ગયું છે. ખાસ કરીને ડીસા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા શહેરના કેવા પ્રકારના વિકાસના કામો થયા છે. આ સાથે કેટલા કામો બાકી રહી ગયા છે, તે અંગે ETV BHARATએ વોર્ડ નંબર 2ના લોકો સાથે વાતચીત કરી હતી.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી
author img

By

Published : Jan 24, 2021, 7:54 PM IST

  • ડીસામાં પાંચ વર્ષ ભાજપનું સાશન
  • ડીસા વોર્ડ નંબર 2ની પરિસ્થિતિ
  • નગરપાલિકાને લઈ લોકોના મંતવ્યો

બનાસકાંઠા : ડીસા નગરપાલિકા દ્વારા ગત 5 વર્ષ દરમિયાન ભાજપનું સ્પષ્ટ બહુમતીથી શાસન ચાલતું હતું. ગત ટર્મમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 21 ઉમેદવાર કોંગ્રેસના 6 ઉમેદવાર તેમજ અપક્ષના 17 ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. ગત ટર્મમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની ઓછી બેઠકો મળતા ભાજપને સ્પષ્ટ બહુમતીથી નગરપાલિકા પર સત્તા મળી હતી. પાંચ વર્ષ દરમિયાન ભાજપ દ્વારા અનેક ડીસા શહેરના વિકાસના કામો કરવામાં આવ્યા છે.

ETV BHARATએ વોર્ડ નંબર 2ના લોકો સાથે વાતચીત કરી

અનેક વિવાદોને કારણે હાલ વિકાસ અટકી ગયો

ડીસા શહેરમાં આજે પણ એવી અનેક સોસાયટીઓ છે કે, જ્યાં ભાજપ દ્વારા કામ ન કરવા માગતા વિરોધ જોવા મળી રહ્યો છે. ડીસામાં 5 વર્ષના શાસનકાળ દરમિયાન ભાજપ પક્ષમાં પણ વિખવાદ જોવા મળ્યો હતો. જેના કારણે ડીસા શહેરનો વિકાસ પણ અટકેલો જોવા મળી રહ્યો છે. ડીસાના લોકો માટે ફરવા માટે માત્ર એક મોટો કરોડો રૂપિયાના ખર્ચે બગીચો બનાવવામાં આવ્યો હતો, પરંતુ ભાજપના જ સભ્યોએ વિરોધ કરતા આ બગીચો હાલ બંધ પડ્યો છે. જેથી સ્પષ્ટ કહી શકાય કે, ભાજપના 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક વિવાદોને કારણે હાલ વિકાસ અટકી ગયો છે.

પાંચ વર્ષમાં વિકાસના કામો અને અધૂરા કામો

ડીસા શહેરી વિસ્તારના લોકોને ખાસ રોડ ગટરો અને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે. ડીસા નગરપાલિકા દ્વારા પણ 5 વરસના ભાજપના શાસન દરમિયાન અનેક વિકાસના કામો કરવામાં આવે છે. ડીસા નગરપાલિકાના 11 વોર્ડમાંથી ભાજપ દ્વારા મોટાભાગના તમામ વિસ્તારોમાં રોડ પાણી અને ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ 5 દ્વારા શ્રમજીવી વિસ્તારોમાં લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Local body elections
ડીસાના વોર્ડ નંબર 2ના લોકો સાથે વાતચીત

કરોડોના ખર્ચે ડીસા નગરપાલિકા દ્વારા નવું સ્મશાન ગૃહ ડીસા બનાવવામાં આવી છે. આમ ભાજપના 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક વિકાસના કામો થયા છે. આજે પણ ડીસાના એવા અનેક વિસ્તારો છે. જ્યાં લોકોને 5 વર્ષના શાસનકાળ દરમિયાન વિકાસના નામે કોઈપણ વસ્તુ મળી નથી. લોકો પાંચ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં પણ પોતાના વિસ્તારનો વિકાસ જોઈ શક્યા નથી. આમ ચોક્કસથી કહી શકાય કે, ડીસા નગરપાલિકામાં ભાજપના શાસન કાળ દરમિયાન ક્યાંક વિકાસ થયો છે, તો ક્યાંક અધૂરો વિકાસ રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ભાજપના શાસન સામે રોષ

બનાસકાંઠા જિલ્લામાં પણ નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ રાજકીય ગરમાવો આવી ગયો છે. ડીસા નગરપાલિકામાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી હોવાને કારણે ભાજપે 5 વર્ષનું શાસન પૂર્ણ કર્યું છે. ડીસામાં ભાજપની બહુમતી હોવા છતાં પણ આંતરિક વિખવાદના કારણે ભાજપના કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક જરૂરિયાતો જેવા વિકાસના કામો પણ કરી શક્યું નથી. જેના કારણે ડીસાની જનતામાં ભાજપના શાસન સામે રોષ જોવા મળી રહ્યો છે.

ડીસા વોર્ડ નંબર 2ની પરિસ્થિતિ

ડીસાના વોર્ડ નંબર 2ની પણ આ જ સ્થિતિ છે. અહીં પણ પાલિકાના સત્તાધીશો દ્વારા લોકોના પ્રાણ પ્રશ્ન અને સમસ્યાઓને હલ કરવામાં નિષ્ફળ નીવડી છે. સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ, રોડ અને ગટર જેવા પાયાની જરૂરીયાત વાળા કામો પણ થયા નથી. જેથી સ્થાનિક જનતા હવે લોકો ઉમેદવારોના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.

નગરપાલિકાને લઈ લોકોના મંતવ્યો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. જેને લઇને ડીસાવાસીઓમાં એક તરફ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ લોકોમાં ચૂંટણીને લઈને વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ડીસાના વોર્ડ નંબર 2ની વાત કરવામાં આવે તો, આ વિસ્તારમાં ભાજપના 5 વર્ષ દરમિયાન રસ્તાઓ ગટર લાઇનો ખરાબ હોવાના કારણે નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છે. તેમ છતાં પણ આજદિન સુધી આ વિસ્તારમાં તો નથી તો કોઈ રોડ બનાવવામાં આવ્યા કે ન કોઇ ગટરનું સમારકામ કરવામાં આવ્યું છે.

કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કારની ચીમકી

આ વર્ષે આ વિસ્તારના લોકો નગરપાલિકાની ચૂંટણીને લઈ ભારે રોષ જોવા મળી રહ્યા છે. આ વિસ્તારના લોકોનું માનીએ તો જે પણ ઉમેદવાર આ વિસ્તારમાં ચૂંટણી લડવા માટે આવશે, તે ઉમેદવારે પહેલા તો આ વિસ્તારના તમામ કામો પૂર્ણ કરવા પડશે. તે બાદ જ આ વિસ્તારમાંથી લોકો વોટિંગ કરશે. વર્ષોથી આ વિસ્તારના લોકો નગરપાલિકામાં વિકાસના કામ કરવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે, તેમ છતાં પણ આ વિસ્તારમાં આજદિન સુધી કોઇ પણ પ્રકારનું કામ ન કરવામાં આવતા આખરે આજે આ વિસ્તારના લોકોએ જ્યાં સુધી આ વિસ્તારનું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.