ETV Bharat / state

યુપીના હાથરસમાં બનેલી ઘટના મામલે બનાસકાંઠા જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

યુપીના હાથરસમાં બનેલી ઘટના મામલે બનાસકાંઠા જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યોગી આદિત્યનાથના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતા પાલનપુર કોંગ્રેસ કાર્યકર્તાઓએ યોગીનું પૂતળાદહન કર્યું હતું. બનાવને પગલે પાલનપુર પોલીસ આવી પહોંચી હતી અને કોંગ્રેસના પાંચ કાર્યકરોની અટકાયત કરી હતી.

congress
congress
author img

By

Published : Oct 2, 2020, 12:31 PM IST

લખનઉઃ યુપીના હાથરસમાં દુષ્કર્મ બાદ યુવતીના અંતિમ સંસ્કાર કરી દેતા સમગ્ર દેશમાં આ ઘટનાની સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પીડિત પરિવારને સાંત્વના આપવા ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પણ યોગી સરકાર દ્વારા અટકાયત કરાતા કોંગ્રેસમાં રોષ ભભૂકી ઊઠયો છે.

યુપીના હાથરસમાં બનેલી ઘટના મામલે બનાસકાંઠા જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

એવામાં પાલનપુરમાં પણ કોંગ્રેસ કાર્યકર્તાઓએ યુપીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઇ હોવાના ગંભીર આક્ષેપો કરી યોગી આદિત્યનાથનું પૂતળાદહન કર્યું હતું. ભાજપ સરકાર સામે ગંભીર આક્ષેપો કરતા સમગ્ર દેશમાં અરાજકતા અને અંધાધુંધી ફેલાઈ હોવાનું જણાવી કોંગ્રેસ કાર્યકર્તાઓએ સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. બનાવને પગલે પાલનપુર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વિરોધ પ્રદર્શન કરતાં પાંચ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

આ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં કાયદાની પરિસ્થિતિ ખાડે ગઈ છે, મહિલા સુરક્ષામાં સરકાર બેદરકાર સાબિત થઈ છે. આ ઘટનામાં જવાબદાર તમામ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.