- બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણીનું આયોજન
- ધાનેરામાં ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસના 17 સભ્યો થયા હતા સસ્પેન્ડ
- હાઈકોર્ટનો નિર્ણય આવતા કોંગ્રેસ ફરી એકવાર નગરપાલિકામાં શાસન પર
બનાસકાંઠા: જિલ્લામાં આગામી 28મી ફેબ્રુઆરીના રોજ ડીસા પાલનપુર અને ભાભર ખાતે નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનારા છે. તેમજ બે નગરપાલિકાઓમાં પેટા ચૂંટણી તેમજ તાલુકા પંચાયતની બેઠકો માટે પેટા ચૂંટણી યોજાનારા છે. ત્યારે આ ચૂંટણીને લઇ રોજેરોજ નવા વળાંકો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને નગરપાલિકાની ચૂંટણીઓ પહેલા ભાજપ કોંગ્રેસ પક્ષમાં એક વાતને કારણે કાર્યકર્તાઓ હાલ પક્ષ પલટો કરતા જોવા મળી રહ્યા છે.
જીત મેળવવા દરેક પક્ષ કરી રહ્યા છે મહેનત
જેના કારણે આવનારા સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા માટે દરેક પક્ષ અત્યારથી જ કમર કસી રહી છે, તો બીજી તરફ આ વર્ષે નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા ચૂંટણીઓમાં રસાકસી જામે તો નવાઈ નહીં દર પાંચ વર્ષે યોજાતી નગરપાલિકાની ચૂંટણીઓમાં સૌથી વધુ લોકોની નજર ડીસા પાલનપુર નગરપાલિકાની ચૂંટણીઓ પર રહેતી હોય છે.
ત્યારે છેલ્લા 5 વર્ષથી ડીસા પાલનપુર અને ભાભર ખાતે ભાજપનું શાસન હતું, પરંતુ પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન ભાજપમાં અનેક વિખવાદો સર્જાયા હતા અને તેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વિકાસના કામો અટકી ગયા હતા. ત્યારે હવે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં પરિણામ શું આવે છે તે તો ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ જાણવા મળશે.
ધાનેરામાં ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસના 17 સભ્યો થયા હતા સસ્પેન્ડ
ધાનેરા નગરપાલિકામાં પણ ગત ટર્મમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને હરાવી ધાનેરા નગરપાલિકામાં પોતાનું શાસન મેળવ્યું હતું અને શાસન આપવાની સાથે જ કોંગ્રેસ ધાનેરા નગરના અનેક લોકો માટે અનેક વિકાસના કામો કરવામાં આવ્યા હતા. ધાનેરા નગરના લોકોની સુખાકારી માટે સરકાર દ્વારા આપવામાં આવેલી ક્રાંતિથી ધાનેરામાં અનેક બગીચાઓ સ્મશાન ગૃહ તેમજ નવા રોડ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ભાજપ દ્વારા નગરના વિકાસ માટે કરવામાં આવતા વિકાસના કામોને લઈ ભ્રષ્ટાચાર થયો હોવાના ફરિયાદ કરવામાં આવી હતી. જેના કારણે ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસના 17 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના લીધે ધાનેરા નગરમાં ખળભળાટ મચી ગયો હતો.
હાઈકોર્ટનો નિર્ણય આવતા કોંગ્રેસ ફરી એકવાર નગરપાલિકામાં શાસન પર
ધાનેરા નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા છે, કોંગ્રેસ સત્તા સ્થાને આવી ગઈ છે. ધાનેરામાં ખાતે નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 17 સભ્યો અને ભાજપના 11 સભ્યો હોવાથી બહુમતીના કારણે કોંગ્રેસ સત્તા સ્થાને હતી, પરંતુ ત્રણ વર્ષના શાસનકાળ દરમિયાન વિવિધ લોકહીતના કામોમાં ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપના સભ્યોએ ફરિયાદ કરતા મ્યુનિસિપાલિટી કમિશનરે કોંગ્રેસના તમામ સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. જો કે, બાદમાં આ નિર્ણયને પડકારતી હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને લઇ હાઈકોર્ટે કોંગ્રેસના સભ્યોના સસ્પેન્શન રદ્દ કરે છે અને તમામને નગરસેવક તરીકે ચાલુ રહેવા આદેશ કરતા કોંગ્રેસ ફરી એક વાર સત્તા સ્થાને આવી ગઈ છે. કોંગ્રેસ હાઈકોર્ટના આ ચુકાદા મામલે હત્યા થઇ હોવાનું જણાવે છે.