બનાસકાંઠાઃ આગામી 19 જૂને રાજયસભાની ચૂંટણી યોજાશે. એ પહેલાં કોંગ્રેસમાં કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. અગાઉ જ્યારે ચૂંટણી યોજાવાની હતી તે પૂર્વે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનના જયપુર ખાતે લઈ જવાયા હતા. તેમાં પણ કોંગ્રેસના 5 જેટલા ધારાસભ્યોના એક પછી એક રાજીનામાં પડતા કોંગ્રેસ આઘાતમાં સરી ગઈ હતી. તે દરમિયાન કોરોના વાઈરસના પગલે કરાયેલા લોકડાઉનના કારણે ચૂંટણીની તારીખ લંબાવતા કોંગ્રેસના તમામ ધારાસભ્ય ગુજરાત પરત ફર્યા હતા. તમામને હોમ કોરેન્ટાઇનમાં રહેવું પડયું હતું.
રાજ્યસભાની ફરી ચૂંટણીની તારીખ નજીક આવતા વધુ ત્રણ ધારાસભ્યોના રાજીનામાં પડતા કોંગ્રેસની આઈસોલેસન જેવી પરિસ્થિતિમાં મુકાઈ છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવા માટે ઝોન વાઈસ અન્ય સ્થળો લઈ જવાયા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 21 જેટલા ધારાસભ્યોને અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનના જાંબુડી વિસ્તારમાં આવેલી વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટમાં વ્યવસ્થા કરવામા આવી છે. ગત મોડી રાત્રી સુધીમાં કેટલાક ધારાસભ્યોને લઈ રીસોર્ટમાં પહોચ્યા હતા ને બાકીના તમામ સોમવાર સુધી પહોશે. કોંગ્રેસે કુલ 8 ધારાસભ્યો ગુમાવ્યા બાદ બાકીના ધારાસભ્યોને વિવિધ રિસોર્ટમાં રાખી પોતે સલામત હોવાનું માની રહી છે.