ETV Bharat / state

Shala Praveshotsav 2022: CMએ નાનાં ભૂલકાઓને આ રીતે કર્યા પ્રોત્સાહિત - બનાસકાંઠામાં શિક્ષણનું સ્તર

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ પ્રારંભ (Shala Praveshotsav 2022) કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાને જિલ્લાની મેમદપુર શાળામાં (Memadpur Primary School Vadgam Taluka) બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.

Shala Praveshotsav 2022: CMએ નાનાં ભૂલકાઓને આ રીતે કર્યા પ્રોત્સાહિત

author img

By

Published : Jun 23, 2022, 3:09 PM IST

બનાસકાંઠાઃ સમગ્ર રાજ્યમાં આજથી (ગુરુવાર) શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ (Shala Praveshotsav 2022) થયો હતો. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડગામ તાલુકાના મેમદપુર પ્રાથમિક શાળાથી (Memadpur Primary School Vadgam Taluka) 17મા પ્રવેશોત્સવ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાને મેમદપુર શાળામાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. સાથે જ મુખ્યપ્રધાને બાળકો સાથે સંવાદ પણ કર્યો હતો. મહત્વનું છે કે, તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2002-03થી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશને વેગ મળે. તેમ જ પ્રવેશપાત્ર બાળકો શાળામાં પ્રવેશ મેળવે તે માટે કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત (Shala Praveshotsav 2022) કરાવી હતી.

મુખ્યપ્રધાને વડગામ તાલુકામાંથી પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો

મુખ્યપ્રધાને વડગામ તાલુકામાંથી પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો - 23, 24 અને 25 જૂન દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પ્રવેશોત્સવ (Shala Praveshotsav 2022) યોજાશે. તે અંતર્ગત આજે મુખ્યપ્રધાન પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવા બનાસકાંઠા પહોંચ્યા હતા. અહીં મેમદપુર શાળામાં (Memadpur Primary School Vadgam Taluka) તેમણે બાળકોનું નામાંકન કરાવ્યું હતું. સાથે જ મુખ્યપ્રધાને શાળામાં પ્રવેશ મેળવી રહેલા ભૂલકાંઓ સાથે વડીલ વત્સલભાવે વાતચીત કરી હતી. ને બાળકોની વચ્ચે બેસી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

મુખ્યપ્રધાને બાળકોની વચ્ચે બેસી તેમને પ્રોત્સાહિત કર્યા

50,000 બાળકો લેશે પ્રવેશ - રાજ્યમાં શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ (Shala Praveshotsav 2022) અંતર્ગત 50,000 બાળકોને પ્રવેશ અપાશે. મુખ્યપ્રધાને મેમદપુરા પ્રાથમિક શાળામાં (Memadpur Primary School Vadgam Taluka) એસ.એમ.સી.ના સભ્યો અને શાળાના શિક્ષકો, આચાર્ય સાથે બેઠકમાં ગામની શાળામાં સુવિધાઓ અને અન્ય વિકાસ કામોની બાબતો અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યપ્રધાને નાના ભૂલકાંઓ સાથે કર્યો સંવાદ

આ પણ વાંચો-CM Bhupendra Patel : અમદાવાદના ગોતામાં મુખ્યપ્રધાન ઘેરઘેર ગયાં અને કર્યું આ કામ

જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું - જિલ્લાનો સાક્ષરતા દર વર્ષ 2001માં 50.97 ટકા હતો. તે વધીને વર્ષ-2011માં 66.39 ટકા થયો છે. એટલે કે, સાક્ષરતા દરમાં 15.42 ટકા જેટલો નોંધપાત્ર વધારો છેલ્લા દાયકામાં થયો છે. ખાસ કરીને સ્ત્રી સાક્ષરતા દરમાં વર્ષ 2001માં 34.40 ટકાની સામે વર્ષ 2011માં 52.58 ટકા સાક્ષરતા દર વધતા 18.18 ટકા જેટલો નોંધપાત્ર વધારો થયો છે. શાળાના નામાંકન દરમાં પણ વધારો થયો છે. વર્ષ-2004-05માં નામાંકન દર 85 ટકા હતો, જે વધીને વર્ષ 2020-21માં 99.2 ટકા થયો છે. જ્યારે 4 ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો- Exhibition in Mahatma Mandir : મુખ્યપ્રધાને નાણાંપ્રધાનની હાજરીમાં કેન્દ્રીય જાહેર સાહસોને આપી દીધું એક ઇજન

ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો - આજથી 20 વર્ષ પહેલા 15.39 ટકા ડ્રોપઆઉટ હતો, જે વર્ષ 2020-21 ઘટીને ધોરણ 1થી 8નો 2.84 ટકા થયો છે. ધોરણ 1માં પ્રવેશ પામતા વિદ્યાર્થીઓ માટે વિદ્યા પ્રવેશ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. તેના કારણે વિદ્યાર્થીઓનું સરકારી શાળા તરફનું આકર્ષણ પણ વધ્યું છે.

જિલ્લા પ્રાથમિક શાળાઓમાં સુવિધાઓ વધારાઈ છે - જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ખૂટતી ભૌતિક સુવિધાઓ પૈકી રાજ્ય સરકારના સઘન પ્રયાસોથી રાજ્યમાં સૌથી વધુ ઓરડાઓના બાંધકામ કરવામાં આવ્યા છે. આજે જિલ્લાના સરહદી વિસ્તારમાં પણ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ (Level of education in Banaskantha) મેળવી શકે. તે માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આના કારણે આજે સરહદી વિસ્તારમાં આજે શિક્ષણનું પ્રમાણ (Level of education in Banaskantha) વધ્યું છે. જિલ્લામાં વર્ષોથી શિક્ષણનું પ્રમાણ ઓછું હતું. આથી બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારોમાં લોકો અભ્યાસ વગર જોવા મળતા હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા હાલમાં બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.