પાંચ વર્ષ પૂર્વે જ્યારે સયુંકત રાષ્ટ્ર સંઘમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ વિશેનું મહત્વ સમજાવ્યું ત્યારથી 177 દેશોએ 21 મી જૂન 2015 થી આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. તો આજે વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા સહિત ડીસાની તમામ શાળા તેમજ ડીસા નગરપાલિકા સંચાલિત એસી.ડબ્લ્યુ હાઈસ્કૂલ ખાતે ડીસાના ધારાસભ્ય, નાયબ કલેક્ટર, નગરપાલિકા પ્રમુખ,અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીએ યોગ કરી પોતાના સ્વાસ્થ્ય માટે યોગ કર્યા હતા. સાથે જ બાળકોએ પણ પાંચમાં વિશ્વ યોગ દિવસે ઉત્સાહભેર યોગ કરી ઉજવણી કરી હતી.
બનાસકાંઠા જિલ્લા સહિત ડીસાની તમામ શાળાઓમાં યોગ દિવસની ઉત્સાભેર ઉજવણી
બનાસકાંઠાઃ બનાસકાંઠામાં પણ આજે પાંચમા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લા સહિત ડીસાની તમામ શાળાઓમાં પણ યોગ દિવસની ઉત્સાભેર ઉજવણી કરવામાં આવી હતી.