- બાળકને જન્મતાની સાથે જ સ્ત્રી અને પુરુષ બન્નેના જનનાંગો
- 9 વર્ષથી બાળકનું ચાલતું હતું નિદાન
- પાલનપુર જનરલ હોસ્પિટલના ડોક્ટર્સએ બાળકનું કર્યું સફળ ઓપરેશન
પાલનપુર: આજના ઘોર કળિયુગમાં અનેક ચિત્ર-વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે. કેટલીક ઘટનાઓ પર તો આપણે નજરે જોવા છતાં પણ મન કે દિલ વિશ્વાસ કરી શકતા નથી. ત્યારે, બનાસકાંઠાના પાલનપુરની જનરલ હોસ્પિટલમાં પણ આવી જ એક વિચિત્ર ઘટના બની છે. જેમાં બાળકને જન્મતાની સાથે જ સ્ત્રી અને પુરુષ બન્નેના જનનાંગો હતા. બાળકની આ સ્થિતિ જોઈ પરિવાર મૂંઝવણમા મુકાઈ ગયો હતો.
આ પણ વાંચો: ઝારખંડના હઝારીબાગ જિલ્લામાં બની વિચિત્ર ઘટના
બાળકનું 9 વર્ષેથી ચાલતું હતું નિદાન
આવી સ્થિતિમાં પરિવારે બાળકને સતત 9 વર્ષ અલગ અલગ હોસ્પિટલમાં બતાવી તેનું નિદાન કરાવવાના પ્રયાસો કર્યો હતો. પરંતુ, પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાના કારણે આખરે આ પરિવારે બનાસ મેડિકલ કોલેજમાં આવેલી પાલનપુર જનરલ હોસ્પિટલમાં તેની સારવાર કરાવવાનું નક્કી કર્યું હતું.
બાળકોમાં ભાગ્યે જ આવી ઘટના
ડોક્ટરના કહેવા પ્રમાણે ભાગ્યેજ આવી ઘટના સામે આવતી હોય છે. આવા લક્ષણોને મેડિકલની ભાષામાં સ્યુડોહરમોપ્રોડીટીઝમ (Pseudohermaphroditism) કહેવાય છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ ડો. સુનીલ જોશી સહિત 3 તબીબોની ટીમે વિવિધ પ્રકારના ટેસ્ટ કરાવવા બાદ આ બાળકમાં સૌથી વધુ સ્ત્રી તત્વ હોવાનું જાણવા મળ્યું હતું. આમ, તેના પરિવારની ઈચ્છા પણ તેને સ્ત્રી તરીકે રાખવાની હતી. તબીબોએ તેના પુરુષ તરીકે ના જનનાંગોનું ઓપરેશન કરી નિકાલ કર્યો હતો.
આ પણ વાંચો: ભાવનગરમાં વિચિત્ર ઘટના, ખેતરની સમથળ જમીન ડુંગર બની ગઈ
3 તબીબોએ સફળ ઓપરેશન કર્યું
બાળકને પાલનપુર જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યું ત્યારે ડોક્ટર્સ પણ અચંબામાં પડી ગયા હતા. બાળકનો આખો પરિવાર ચિંતામાં હતો. ત્યારે, 3 તબીબોએ સતત દોઢ કલાક સુધી કામગીરી કરી સફળ ઓપરેશન કર્યું હતું. અત્યારે આ બાળકની સ્થિતિ સ્વસ્થ છે.