ETV Bharat / state

Independence Day: બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર પર સુરક્ષા વધારાઈ, BSF જવાનો 24 કલાક તૈનાત

ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લામાં પણ 15મી ઓગસ્ટને (Independence Day) લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે તાજેતરમાં જ પાકિસ્તાન દ્વારા જે બોર્ડર ઉપર હરકત કરવામાં આવી છે. તેને લઈ તમામ બોર્ડર ઉપર ચેકિંગ વધારી દેવામાં આવ્યુ છે, ત્યારે હાલ બનાસકાંઠા જિલ્લામાં પણ સુઇગામ બોર્ડર પાસે આર્મી જવાનો દ્વારા રુટીન પ્રક્રિયામાં વધારો કરવામાં આવ્યો છે.

Independence Day: બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર પર સુરક્ષા વધારાઈ, BSF જવાનો 24 કલાક તૈનાત
Independence Day: બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર પર સુરક્ષા વધારાઈ, BSF જવાનો 24 કલાક તૈનાત
author img

By

Published : Jul 29, 2021, 12:15 PM IST

  • 15મી ઓગસ્ટને લઇ ભારત-પાકિસ્તાન બોર્ડર પર સુરક્ષા વધારાઈ
  • બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર પર રુટીન પ્રક્રિયા શરૂ
  • પાકિસ્તાન બોર્ડર પર BSF જવાનો 24 કલાક તૈનાત

બનાસકાંઠા: ભારત અને પાકિસ્તાન બોર્ડર પર આવેલા જિલ્લાની સરહદ પર BSFના જવાનો દેશની રાત-દિવસ સુરક્ષા કરી રહ્યા છે. જ્યારે-જ્યારે પાકિસ્તાન દ્વારા બોર્ડર ઘુષણખોરી કરવામાં આવે છે. ત્યારે આર્મીના જવાનો આવી ઘટનાને રોકવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના બીએસએફના જવાનો પણ પાકિસ્તાનથી કોઈપણ પ્રકારની ઘુષણખોરી ન થાય તે માટે 24 કલાક જિલ્લાની બોર્ડર પર તૌનાત રહે છે. આમ તો બનાસકાંઠા જિલ્લામાં શહેરી વિસ્તારમાં અનેક ગામો આવેલા છે. ઘરે આજે પણ આ તમામ સરહદી વિસ્તારના ગામોની સુરક્ષા BSFના જવાનો કરી રહ્યા છે.

Independence Day: બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર પર સુરક્ષા વધારાઈ, BSF જવાનો 24 કલાક તૈનાત
Independence Day: બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર પર સુરક્ષા વધારાઈ, BSF જવાનો 24 કલાક તૈનાત

15મી ઓગસ્ટને લઈ તંત્ર સજાગ

ભારતમાં સ્વાતંત્ર પર્વ 15મી ઓગસ્ટ નજીકમાં હોય ત્યારે દેશમાં શાંતિ, સુલેહ જળવાઈ રહે અને દેશવાસીઓની સલામતીના ભાગરુપે બનાસકાંઠા અને ભુજની બોર્ડર વિસ્તાર પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બોર્ડર વિસ્તારમાં સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે. 15મી ઓગસ્ટના પર્વને લઈ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે બનાસકાંઠા વિસ્તારને પણ BSFના જવાનો દ્વારા નિયમિત રીતે બોર્ડર વિસ્તાર પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જીલ્લો પાકિસ્તાની બોર્ડર પાસે હોવાથી કોઈ પણ સમયે કોઈ વ્યક્તિ પાકિસ્તાનમાંથી જિલ્લામાં ઘુષણખોરી ન કરી શકે તે માટે 24 કલાક સુધી BSFના જવાનો બોર્ડર પર તૈનાત રહે છે.

15 મી ઓગસ્ટના ભાગરૂપે બોર્ડરો પર સુરક્ષા વધારી

15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નજીક આવે છે ત્યારે સલામતીના ભાગરુપે તેમજ સરહદ પર નાપાક હરકતો અને ઘુસણખોરી રોકવા માટે પાકિસ્તાની સરહદે આવેલા બનાસકાંઠા અને ભુજ જિલ્લાની બોર્ડર ઉપર દર વર્ષે પોલીસ અને લશ્કરની સઘન સુરક્ષા ગોઠવવામાં આવે છે. જેમાં પોલીસ અને સૈન્ય દ્વારા ખાસ દરિયાઈ માર્ગ ઉપર બાજ નજર રાખવામાં આવે છે. બોર્ડર વિસ્તારના પોલીસ મથકોને એલર્ટ કરી દેવામાં આવે છે. આ સાથે બોર્ડર વિસ્તારમાં ઘુસણખોરીને રોકવા માટે શંકાસ્પદ હિલચાલ ઉપર નજર અને તેમની પુછતાછ કરવામાં આવે છે. તેમજ પોલીસ અધિકારીઓની રજાઓ પણ રદ કરી દેવામાં આવતી હોય છે. બનાસકાંઠામાં નડાબેટની આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર પણ સૈન્ય દ્વારા સઘન પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. બોર્ડર વિસ્તારમાં સઘન નાઈટ પેટ્રોલિંગ શરુ કરવામાં આવ્યું છે. આમ દેશભરમાં સ્વતંત્રતા પર્વની શાંતિપૂર્ણ માહોલમાં શાનદાર ઉજવણી થાય તે માટે પોલીસ અને સૈન્ય દ્વારા બોર્ડર વિસ્તારમાં લોખંડી કિલ્લેબંધી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Independence Day પૂર્વે કચ્છની બોર્ડર પર Alert

નડાબેટ બોર્ડર પર સુરક્ષા

અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાની સરહદ ઉપર પાકિસ્તાની શંકમદો અવાર-નવાર પકડાતા રહે છે. જેથી બોર્ડર 15મી ઓગસ્ટના પર્વને લઈ સિક્યુરીટી ફોર્સ અને પોલીસના જવાનો કોઈ જ કરકસર છોડવા માગતા નથી. જેથી નડાબેટ ખાતે ફોર્સ તૈનાત કરી દીધી છે. આ અંગે સુઈગામ બોર્ડરના પર BSFના કર્નલ મદનસિંહ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, 15 મી ઓગસ્ટને લઇ બનાસકાંઠા જિલ્લાની બોર્ડર BSFના જવાનો દ્વારા હાલમાં રૂટિન ચેકિંગ સવારથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે, આમ તો બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પર નિયમિત ચેકિંગ કરવામાં આવે છે. પરંતુ 15મી ઓગસ્ટના પર્વને લઇ હાલમાં ખાસ બોર્ડર ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજુ પણ જે પ્રમાણે આદેશ આપવામાં આવશે તે પ્રમાણે બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પર સુરક્ષા વધારાવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.