ETV Bharat / state

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલનું પાણી ન મળતા ખેડૂતો દ્વારા આંદોલનની ચીમકી - Water demand in border areas

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો નર્મદાના પાણીથી વંચિત છે. જેને લઇને ખેડૂતોએ મામલતદાર કચેરી વાવ ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને 2 દિવસમાં પાણી નહિ મળે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલનું પાણી ન મળતા ખેડૂતો દ્વારા આંદોલનની ચીમકી

author img

By

Published : Dec 3, 2020, 1:32 PM IST

  • સરહદી પંથકના ખેડૂતોએ મામલતદાર કચેરી વાવ ખાતે આપ્યું આવેદનપત્ર
  • 2 દિવસમાં સિંચાઈનું પાણી નહિ મળે તો આંદોલન કરવાની આપી ચીમકી
  • વારંવાર રજૂઆતો કરવા છતા કોઈ પગલાં લેવાતા નથી

બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો નર્મદાના પાણીથી વંચિત છે, ત્યારે આજે વાવના ચોથાનેસડા, લોદ્રાણી અને નાળોદર ગામના ખેડૂતોએ મામલતદાર કચેરી વાવ ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતુ અને 2 દિવસમાં પાણી નહિ મળે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

મામલતદાર કચેરી વાવ ખાતે પાઠવાયું આવેદનપત્ર

બનાસકાંઠાના સરહદી પંથકમાં શિયાળુ સીઝન આવતાની સાથે સરહદી ગામડાઓમાં નર્મદા વિભાગ દ્વારા પિયત કરવા માટે પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા છે એક બાજુ શિયાળુ સીઝન માટે ખેડૂતોએ ખેડ ખાતરના બિયારણના ખર્ચા કર્યા છે પણ પાણી ન આવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઢવાનો વારો આવે તેમ છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલનું પાણી ન મળતા ખેડૂતો દ્વારા આંદોલનની ચીમકી
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલનું પાણી ન મળતા ખેડૂતો દ્વારા આંદોલનની ચીમકી

ખેડૂતોએ આંદોલન કરવાની આપી ચીમકી

છેલ્લા કેટલાય દિવસથી નર્મદા કેનાલનું પાણી સરહદી વિસ્તારના ખેડૂતોને મળતું નથી જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઢવાનો વારો આવ્યો છે. વળી ક્યારેક તો નર્મદા કેનાલમાં પાણી આવે છે પરંતુ કેનાલ તૂટી જતાએ પાણી ખેતરોમાં ફરી વળે છે. જેના કારણે ખેતરમાં વાવેલા પાકમાં પારાવાર નુકસાન થાય છે અને ખેતરો બેટમાં ફેરવાઈ જાય છે. જયારે આજે ચોથાનેસડા ગામે નર્મદા કેનાલનું પાણી ન પહોંચતા ચોથાનેસડા ગામના ખેડૂતોએ બે દિવસમાં પાણી નહિ પહોંચે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વારંવાર રજૂઆતો કરવા છતાં ઉકેલ નહિ

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના લોદ્રાણી અને નાળોદર ગામની સીમમાં રવિ સીઝનમાં પાણી આપવા બાબતે વાવ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું તેઓએ જણાવ્યું હતું કે, 2014થી આજદિન સુધી અનેક વાર અમે પાણી બાબતે અરજીઓ, આવેદનપત્ર ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો કરતા રહ્યા છતાં પણ કોઇ અસરકારક પગલાં લેવામાં આવેલા નથી તેમજ 3 દિવસ પહેલા ઢોલ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

ખેડૂતોની મામલતદારને વિનંતી

તેમ છતાં પણ આજ સુધી કોઈ અધિકારી કેનાલની મુલાકાતે આવેલા નથી ત્યારે જો હવે લોદ્રાણી ગામના ખેડૂતો દ્વારા મામલતદારને વિનંતી કરવામાં આવી છે કે, ઝડપથી કેનાલમાં પાણી આપવા બાબતે કોઈ લાગતા વળગતા અધિકારીઓનું ધ્યાન દોરે જેથી લોદ્રાણી કેનાલમાં પાણી આવી શકે અને ખેડૂતોના ખેતરો જીવંત થઈ શકે તેવી માગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.