ETV Bharat / state

ડીસાના રાજપુર વિસ્તારના ખેતરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો - body of the youth was found in deesa

ડીસાના રાજપુર ખારીયા કુવા વિસ્તારમાં આવેલા ખેતરમાંથી એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. ત્યારે, ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ડીસાના રાજપુર વિસ્તારના કુવામાંથી યુવકની મૃતદેહ મળી આવ્યો

author img

By

Published : Aug 14, 2020, 9:42 PM IST

બનાસકાંઠા: જિલ્લામાં હત્યા અને આત્મહત્યાના બનાવોમાં વધારો થઈ રહયો છે. છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં અનેક હત્યા અને આત્મહત્યાના બનાવો બહાર આવ્યા છે. ત્યારે, જિલ્લાના ડીસાના રાજપુર વિસ્તારમાં આવેલા ખારિયા કુવા વિસ્તારમાં એક ખેતરમાં આજે શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો.

આ યુવકને શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ તાત્કાલીક ધોરણે ડીસા દક્ષિણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પોલીસે ખેતરમાંથી મળેલા યુવકના મૃતદેહને કુવામાંથી બહાર કઢાયો હતો. જ્યાં પોલીસ તપાસ દરમિયાન આ યુવક ડીસાના ઓગાડવાસ વિસ્તારમાં રહેતા દશરથજી ઉર્ફે સંજયજી નટવરજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું.

લોકોના જણાવ્યા પ્રમાણે, આ મૃતક યુવક છેલ્લા 3 દિવસથી ઘરેથી ગુમ થયો હતો. જેની આજે રાજપુરના ખારીયા કુવા વિસ્તારમાં એક ખેતર માંથી મૃત હાલતમાં મળી આવતા મૃતકના પરિવાર જનોએ આ યુવકની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ હાલ મૃતક યુવકની મૃતદેહને ડીસા દક્ષિણ પોલીસે ડીસા સિવિલમાં પીએમ અર્થે ખસેડયો હતો. જ્યાં તેમના પરિવાર જનો પોતાના દીકરાની હત્યા થઈ હોવાની શંકા કરી રહ્યા છે. તો બીજી તરફ ડીસા દક્ષિણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.