ETV Bharat / state

Banaskantha News : ડીસાના ત્રણ યુવાનોની સાપ પકડવાની સેવા, 12000 જીવને જીવનદાન આપ્યું - ડીસામાં વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટ

સાપનું નામ પડતા જ ભલભલાના પરસેવા છુટી જાય છે. પરંતુ બનાસકાંઠાના ડીસામાં 3 યુવાનોની ટીમ છે જે સાપોના ભયનેે દૂર કરવા અને સાપોને બચાવવા માટે પ્રયાસ કરી રહી છે. આ ટીમે છેલ્લા 12 વર્ષમાં 12000 કરતા વધુ અલગ અલગ ઝેરી જીવજંતુ બિન ઝેરી, તેમજ પશુપક્ષીઓને બચાવી નવું જીવનદાન આપ્યું છે.

Bnaskantha News : ડીસાના ત્રણ યુવાનોની સાપ પકડવાની સેવા, 12000 જીવ જીવનદાન આપ્યું

author img

By

Published : Jul 6, 2023, 6:43 PM IST

સાપ બચાવવાનો પ્રયાસ

ડીસા : ચોમાસુ પૂરું થયા બાદ શિયાળાની શરૂઆત પહેલા સાંપો શીત નિંદ્રા લેતા હોય છે. ત્યારે લાંબી શીત નિંદ્રા માટે સાંપો વધુને વધુ ખોરાક લેવા માટે ચોમાસુ પૂરું થતાં અને શિયાળાની શરૂઆત પહેલા શિકાર માટે બહાર આવતા હોય છે. અત્યારે ચોમાસાની શરૂઆત થઈ છે. ત્યારે સાપો ખોરાકની શોધમાં વધુ જોવા મળતા હોય છે અને રહેણાંક વિસ્તારમાં ઘૂસતા હોય છે. લોકો સાપના ડરથી તે સાપને મારી નાખતા હોય છે. પરંતુ ડીસામાં વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટ સાથે જોડાયેલા 3 યુવાનો સાપોને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

આ ત્રણ યુવકો કરે છે સાપ પકડવાનું કામ : ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ નટવરભાઈ ઠાકોર તેમની ઉમર 32 વર્ષ છે. તેમજ શ્રવણભાઈ પરમાર તેમની ઉમર 21 વર્ષ છે. તેમજ નવીનભાઈ ઠાકોર તેમની ઉમર 30 વર્ષ છે. આ ત્રણ યુવાનો વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. આ યુવાનો છેલ્લા 12 વર્ષથી ડીસા સહિત આજુબાજુના ગામડામાં આ યુવકો દ્વારા એક હેલ્પલાઈન દ્વારા સાપોને બચાવી રહ્યાં છે. આ ટીમ સાંપોને બચાવવા માટે હંમેશા સક્રિય રહે છે અને લોકોને સાપો વિષે માહિતી આપે છે.

સુરક્ષિત રીતે પકડી જંગલમાં છોડી આવે : ક્યાંય પણ સાપ દેખાય કે કોઇને ત્યાંથી સાપ પકડવા બોલાવવામાં આવે તો તો આ યુવકોની ટીમ ત્યાં પહોંચી જાય છે અને ત્યારબાદ સાપોને સહીસલામત પકડીને જંગલ વિસ્તારમાં છોડી આવે છે. ઘણીવાર કોઈ રહેણાંક વિસ્તારમાં સાંપ દેખાય ત્યારે લોકો ભયભીય બની જાય છે અને સાપથી બચવા માટે તેની પર હુમલો કરી દેતા હોય છે અને સાપ મરી જાય છે. ત્યારે આ ટીમના સભ્યો આવી ઘટના ન બને તે માટે હંમેશા સજાગ રહે છે અને ઘટનાસ્થળે પહોંચી સાપોને બચાવી ત્યારબાદ તેને સુરક્ષિત રીતે પકડી જંગલમાં છોડી આવે છે.

બનાસકાંઠા જિલ્લામાં કુલ 63 પ્રકારની સાપની જાતિઓ જોવા મળે છે. જેમાં માત્ર બે પ્રજાતિના સાપ જ ઝેરી હોય છે. જેમાં કાળોતરો અને કોબ્રા છે. છેલ્લા 12 વર્ષમાં 12000 કરતા સાપ સહિત અન્ય પશુ પક્ષીઓને બચાવી નવું જીવન દાન આપ્યું છે. જેમાં કોબ્રા, કાળોતરો, રસલ વાઈપર, ફરસા, ધામણ, વરુણ દનતી, અજગર,મગર, બીલી સાપ,જેવા ઝેરી જીવજંતુ તેમજ વાંદરા, નીલ ગાય, બડ્સ જેવા પશુઓને પણ રેસ્ક્યુ કરી વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટ ફોરેસ્ટ વિભાગની ગાઈડ લાઇન મુજબ તેમને જંગલ વિસ્તારમાં મુક્ત કર્યા છે...વિષ્ણુ ઠાકોર(સભ્ય, વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટ )

શીત નિંદ્રા પહેલાં વધુ સાપ બહાર આવે : આ યુવકો દરરોજના દશથી વધુ સાપોને પકડી સુરક્ષિત સ્થળે છોડીને જીવતદાન બક્ષી રહ્યા છે. ચોમાસુ પૂરું થયા બાદ શિયાળાની શરૂઆત પહેલા સાપ શીત નિંદ્રા લેતા હોય છે. ત્યારે લાંબી શીત નિંદ્રા માટે સાપો વધુને વધુ ખોરાક લેવા માટે શિકાર માટે બહાર આવતા હોય છે. એટલે લોકોને પણ આ બાબતે સાવચેત રહેવા માટે આ ટિમ જાગૃત કરી રહી છે. જ્યાં પણ સાપ જેવા ઝેરી જીવજંતુ ક્યાં દેખાય તો મારવામાં ન આવે એવી અપીલ સાથે તેમની ટીમનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

લોકોને સાપ ન મારવા અપીલ : વિષ્ણુ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે ઘણીવાર અમારે એવું પણ બને છે કે સાપ પકડવા જઈએ છીએ ત્યારે સાપ દરમાં ઘૂસી જતો હોય છે. પછી તે સાપ બહાર નીકળે અને અન્ય લોકોને કરડે એવો લોકોને ડર હોય છે. ત્યારે અમે એ જગ્યા પર સતત ચાર પાંચ કલાક બેસીને એ સાપને પકડીએ છીએ અને ત્યારબાદ એને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકીએ છીએ. અમે એક લોકોને સંદેશો આપવા માગીએ છીએ કે જે લોકોના ઘરમાં સાપ નીકળે એ કોઈ સાપને મારશો નહીં. તમે અમારો કોન્ટેક કરો અને અમે આવીને સાપને પકડીને સુરક્ષિત જગ્યાએ છોડી મુકીશું. એ પણ એક જીવ છે એને પણ આ ધરતી પર જીવવાનો અધિકાર છે. સાપ વિના પણ અન્ય કોઈ ઝેરી જીવજંતુ કે કોઈ પ્રાણી હોય તેને મારવું નહીં.

  1. Karnataka Video: ઘરના પાછળના ભાગમાં 25થી વધુ સાપના બચ્ચા જોવા મળ્યા
  2. વિદ્યાર્થીની સાથે સાપ પણ ગયો સ્કૂલે, શિક્ષકોએ ન આપી એન્ટ્રી
  3. Snake Bites: રાજકોટમાં મહિલાને સાપ કરડતા પરિવારજનો મરેલો સાપ હોસ્પિટલે લઈને આવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.