- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71 મોં જન્મદિવસ
- દાંતા તાલુકા મથકે પણ ભાજપના કાર્યકર્તાઓ જન્મદિવસની ઉજવણી કરી
- મહિલાઓને ગેસની સગડી સહિત ગેસ કનેકશન માટેની કીટ નું નિઃશુલ્ક વિતરણ
બનાસકાંઠા: દાંતા તાલુકા મથકે પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કેક કટ કરીને વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી હતી. જયારે દાંતા તાલુકામાં સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ લાભાર્થીને મળે તેવા કાર્યક્ર્મને દીપ પ્રગટાવી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં પર્યાવરણનું રક્ષણ થાય સાથે મહિલાઓ રસોઈ રાંધતી વખતે ધુમાડાથી હેરાનગતી ન થાય તેને લઈ ભારતસરકારની ઉજવ્લા યોજન હેઠળ મહિલાઓને ગેસની સગડી સહિત ગેસ કનેકશન માટેની કીટનું નિઃશુલ્કવિતરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ: વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે બાપુનગર પોલીસ દ્વારા જાહેરમાં 70 ફરિયાદી બોક્સ મૂકવામાં આવ્યા
100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ
કોરોનામાં જે બાળકોએ માત-પિતા ગુમાવ્યા છે. તેવા બાળકોને મહિને 2000 રૂપિયા આપવાની યોજનાનું પણ લાભ આપવામાં આવ્યો છે. જે ગામમાં 100 ટકા રસીકરણની કામગીરી થઇ છે. તે ગામના સરપંચને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેવા બાળકોને મહિને 2000 રૂપિયા આપવાની યોજનાનું પણ લાભ આપવામાં આવ્યો હતો. તેમજ વહાલી દીકરી યોજના હેઠળ દીકરી 18 વર્ષની થાય ત્યારે તેને 1.10 લાખ રૂપિયા ઉપરાંતની રકમ મળી રહે સાથે જેમને શૌચાલય નથી. તેવાને શૌચાલય માટે ના હુકમ, સાથે જે ગામમાં 100 ટકા રસીકરણની કામગીરી થઇ છે.
આ પણ વાંચો: વાપી: ઝૂંપડામાં રહેતા પરિવારને સ્વખર્ચે ઘર આપીને પીએમ મોદીના જન્મદિવસની કરાઈ અનોખી રીતે ઉજવણી
વહાલી દીકરી યોજના હેઠળ લાભ
આ કાર્યક્રમમાં દાંતા તાલુકાના મામલતદાર સહિત ઉચ્ચઅધિકારીઓને તાલુકા ભાજપા મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહાલી દીકરી યોજના હેઠળ દીકરી 18 વર્ષ ની થાય ત્યારે તેને 1.10 લાખ રૂપિયા ઉપરાંત ની રકમ મળી રહે તે યોજનાનો લાભ આપ્યો હતો.