- બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીનું કાઉન-ડાઉન શરૂ
- ડીસા નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક
- નગરપાલિકાની ચૂંટણી પહેલા 300 યુવાનો ભાજપમાં જોડાયા
ડીસાઃ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ભાજપે આગામી નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાના હસ્તે 300 જેટલા યુવાનોએ ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા અને નગરપાલિકામાં ફરીથી ભગવો લહેરાવા માટે કટિબદ્ધ બન્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીનું કાઉન-ડાઉન શરૂ
સમગ્ર ગુજરાતમાં જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઇ છે, ત્યારથી જ રોજેરોજ અવનવા વળાંકો આવી રહ્યા છે. કોઈપણ ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ દરેક પક્ષ પોતાના પક્ષને મજબુત કરવા કંઈકને કંઈક કરતા હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ પણ તેમાં પાછળ રહી જતું નથી. બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે પછી સાંસદની ચૂંટણીમાં દરેક ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો પોતાની જીત માટે કંઈક ને કંઈક કરતા હોય છે, ત્યારે આગામી સમયમાં ડીસા ખાતે યોજાનારી નગરપાલિકાની ચૂંટણીને લઈ અત્યારથી જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાના પક્ષને મજબુત કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ડીસા નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપનો માસ્ટર સ્ટ્રોક
બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. જેના માટે ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીએ પણ નગરપાલિકામાં પોતાનું પ્રભુત્વ જમાવવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. બનાસકાંઠાના ડીસામાં પણ ભાજપે અત્યારથી જ નગરપાલિકા કબજે કરવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. જે અંતર્ગત ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાની આગેવાનીમાં 300 જેટલા યુવાનોએ ભાજપમાં જોડાયા હતા. કોઇ પણ ચૂંટણીમાં જીતનો મદાર સૌથી વધુ યુવાનો પર હોય છે અને યુવાનો જ ચૂંટણીના પરિણામમાં પણ ફેરફાર લાવી શકે છે, ત્યારે ભાજપના આ ટ્રિકને સારી રીતે જાણે છે અને તેથી જ વધુ ને વધુ યુવાનોને ભાજપમાં જોડવા માટેની દિશામાં પણ આગળ વધી રહ્યું છે. ડીસા ખાતે ભાજપમાં જોડાયેલા 300 યુવાનો પણ આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે કટિબદ્ધ બન્યા છે.
ફરી એકવાર ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન આવશે- ડીસાના ધારાસભ્યનો આશાવાદ
દરેક ચૂંટણીના પરિણામમાં કોઈને કોઈ વ્યક્તિની મહત્વની ભૂમિકા રહેતી હોય છે, ત્યારે આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચુંટણીને લઈને પણ હાલમાં તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ડીસા નગરપાલિકાની ચૂંટણી પર દરેક લોકોની નજર રહેતી હોય છે. ડીસા નગરપાલિકાની ચુંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં ફરી એકવાર ડીસા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, પરંતુ આ બેઠક પૂર્ણ થયા બાદ જ ભાજપ દ્વારા માસ્ટર સ્ટ્રોક રમવામાં આવે છે. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાના હસ્તે 300 જેટલા કાર્યકર્તાએ ભાજપનો ખેસ ધારણ કરતાં જ કોંગ્રેસ અને અન્ય પક્ષોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, ત્યારે આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીને લઈ ધારાસભ્ય શશીકાંત પંડયાએ જણાવ્યું હતું કે, ડીસા નગરપાલિકામાં ભગવો લહેરાશે.