ETV Bharat / state

બનાસકાંઠા ફરી કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકશાન

બનાસકાંઠા: શહેરમાં ફરી કમોસમી માવઠું થતાં ખેડૂતોના ઊભા પાક પર કહેર વરસાવતા વ્યાપક નુકસાન થયું હતું. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા અને કરા સાથે કમોસમી માવઠું થતા ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

banaskantha
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન
author img

By

Published : Dec 13, 2019, 8:28 PM IST

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પર કુદરત રૂઠી હોય તેમ લાગી રહ્યું છે. ખેડૂતો પર એક પછી એક કુદરતી આફતો કહેર વરસાવી રહી છે. પહેલા અતિવૃષ્ટિ બાદમાં તીડનો આતંક એ પછી કમોસમી માવઠું ત્યારબાદ ઈયળોનો ઉપદ્રવ હવે ફરી પાછું કમોસમી માવઠાએ ખેડૂતોને પાયમાલ બનાવી દીધા છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ સર્જાતા વાતાવરણમાં ભારે પલ્ટો અને અચાનક ભારે વાવાઝોડા સાથે કમોસમી માવઠું થયું હતું.

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન

બનાસકાંઠા જિલ્લાના વાવ, સુઇગામ, ભાભર, દિયોદર અને ડીસા પંથકમાં કમોસમી માવઠું થયું હતું. એક મહિના અગાઉ પણ કમોસમી માવઠું થતા દિયોદર અને વાવ તેમજ ડીસા પંથકના ખેડૂતોને એરંડા ,મગફળી અને બટાટામાં અંદાજે 50 કરોડથી પણ વધુનુ નુકસાન થયું હતું. ત્યારબાદ ફરી કમોસમી માવઠું થતાં ખેડૂતો નુકસાનીમાંથી ઉભા થતા ફરી પડી ભાંગ્યા છે.

સુઈ ગામ વિસ્તારમાં કમોસમી કરા સાથે ફરી માવઠું થયું હતું. જેના કારણે ગામના કરોટી, દિયોદરના નવા ગામમાં ભારે વાવાઝોડા સાથે કરાનો વરસાદ થતાં ખેડૂતોના ઘરના પતરા પણ ઉડી ગયા હતા. તેમજ કરાનો વરસાદ થતાં ખેડૂતોની ઘરવખરીને પણ નુકશાન થયું હતું. 100 વર્ષથી અડીખમ ઉભેલા ઘટાદાર વૃક્ષો ધરાશાયી થઇ લોકોના ઘર પર તૂટી પડતાં લોકોને ભારે નુકસાન થયું હતું. જો કે, સદનસીબે જાનહાની ટળી હતી. દિયોદર અને કાબર પંથકમાં ભારે વાવાઝોડાએ મોટી તબાહી સર્જી હતી.

2018 ભાભરથી આજુબાજુના ગામમાં જવાના મોટાભાગના માર્ગ બંધ થઈ ગયા હતા. ભારે વાવાઝોડા અને વરસાદને કારણે અનેક ઘટાદાર વૃક્ષો રોડ પર ધરાશાયી થતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. તેમજ અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઇ જતા લોકો ફસાઇ ગયા હતા. જ્યારે દિયોદર અને વાવના પંથકમાં મોટાભાગે જીરું ,એરંડા અને કપાસનું વાવેતર થાય છે.

આ વર્ષે પણ આ વિસ્તારની અંદર ખેડૂતોએ જીરું અને એરંડાનું મુખ્યત્વે વાવેતર કર્યું હતું. પરંતુ કમોસમી માવઠાને કારણે ખેડૂતોનો 90 ટકા પાક નાશ પામ્યો છે. છેલ્લા એક મહિનાથી ખેડૂતો રાત દિવસ કાળી મજૂરી કરી જીરુ અને એરંડાના પાકને તૈયાર કર્યો હતો. પરંતુ ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફરી વળ્યું છે. તેમના ખેતરમાં વાવેલા તમામ પાક નષ્ટ થઈ ગયા છે.

અગાઉ પણ ખેડૂતોને કમોસમી માવઠાને કારણે ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ ફરીથી ખેડૂતોનો પાક તૈયાર થવા આવ્યો હતો. ત્યાં ફરી કમોસમી માવઠું થતા ખેડૂતોની તમામ આશા અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યું છે. તેના કારણે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. ત્યારે સરકાર ખેડૂતોને મદદ કરે અને ખેડૂતોને નુકશાન સામે વળતર આપે તેવી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની માંગણી છે.

એકતરફ ખેડૂતો અગાઉ થયેલા નુકશાન માટે દિન રાત કાળી મજૂરી કરી બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે બીજી તરફ કુદરત જાણે બદલો લેવા માંગતી હોય તેમ એક પછી એક આફતો વરસાવી રહ્યું છે. ત્યારે હવે ખેડૂતોને આ કુદરતી આફતોમાંથી ક્યારે રાહત મળશે. આ નુકસાન કેવી રીતે ભરપાઈ કરી શકાશે તે જોવાનું રહ્યું.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. દિયોદર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.13 12 2019

એન્કર.. બનાસકાંઠા જિલ્લામાં આજે ફરી કમોસમી માવઠું થયું હતું ખેડૂતોનો ઊભો પાક પર થાય કહેર વરસાવતા વ્યાપક નુકસાન થયું છે ખાસ કરીને સરહદી વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા અને કરા સાથે કમોસમી માવઠુ થતા ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે...

Body:વિઓ... બનાસકાંઠા જિલ્લામાં આજે ખેડૂતો પર કુદરત રૂઠી હોય તેમ લાગી રહી છે. અને ખેડૂતો પર એક પછી એક કુદરતી આફતો કહેર વરસાવી રહી છે પહેલા અતિવૃષ્ટિ બાદમાં તીડનો આતંક એ પછી કમોસમી માવઠું ત્યારબાદ ઈયળોનો ઉપદ્રવ હવે ફરી પાછું કમોસમી માવઠાએ ખેડૂતોને પાયમાલ બનાવી દીધા છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સ્થિતિ સર્જાતા ગઈકાલ સાંજે બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો. અચાનક ભારે વાવાઝોડા સાથે કમોસમી માવઠું થયું હતું બનાસકાંઠા જિલ્લાના વાવ, સુઇગામ, ભાભર, દિયોદર અને ડીસા પંથકમાં કમોસમી માવઠું થયું હતું. એક મહિના અગાઉ પણ કમોસમી માવઠુ થતા દિયોદર અને વાવ તેમજ ડીસા પંથકના ખેડૂતોને એરંડા મગફળી અને બટાટામાં અંદાજે ૫૦ કરોડથી પણ વધુનું નુકસાન થયું હતું ત્યાર બાદ આજે ફરી કમોસમી માવઠું થતાં ખેડૂતો નુકસાની માંથી ઉભા થતા જ ફરી પડી ભાંગ્યો છે. સુઈગામ વિસ્તારમાં કમોસમી કરા સાથે આજે ફરી માવઠું થયું હતું જેના કારણે ગામના કરોટી, દિયોદર ના નવા ગામમાં ભારે વાવાઝોડા સાથે કરા નો વરસાદ થતાં ખેડૂતો ઘરના પતરા પણ ઉડી ગયા હતા અને કરાનો વરસાદ થતાં ખેડૂતોને ઘરવખરીને પણ નુકશાન થયું હતું. 100 વર્ષ થી અડીખમ ઉભેલા ઘટાદાર વૃક્ષો ધરાશાયી થઇ લોકોના ઘર પર તૂટી પડતાં લોકોને ભારે નુકસાન થયું છે જોકે સદ્નસીબે કોઇ જાનહાની ટળી છે અને લોકો મોતના મુખમાંથી બહાર જવાનો અહેસાસ કર્યો હતો. દિયોદર અને કાબર પંથકમાં ભારે વાવાઝોડાએ મોટી તબાહી સર્જી હતી 2018 ભાભર થી આજુબાજુના ગામમાં જવા ના મોટાભાગના માર્ગ બંધ થઈ ગયા છે ભારે વાવાઝોડા અને વરસાદને કારણે અનેક ઘટાદાર વૃક્ષો રોડ પર ધરાશાયી થતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઇ જતાં પાંચ આ લોકો ફસાઇ ગયા હતા જ્યારે દિયોદર અને વાવના પંથકમાં મોટાભાગે જીરું એરંડા અને કપાસનું વાવેતર થાય છે આ વર્ષે પણ આ વિસ્તારની અંદર ખેડૂતોએ જીરું એરંડા નું મુખ્યત્વે વાવેતર કર્યું હતું પરંતુ કમોસમી માવઠાને કારણે ખેડૂતોને ૯૦ ટકા પાક નાશ પામ્યો છે છેલ્લા એક મહિનાથી ખેડૂતો દિવસ રાત કાળી મજૂરી કરી જીરુ અને એરંડાના પાકને તૈયાર કર્યો હતો પરંતુ ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફરી વળ્યું છે દિયોદર ના નવા ગામમાં રહેતા અને ખેડૂતોને જમીન માં જીરાનું વાવેતર કર્યું હતું અને છેલ્લા એક મહિનાથી તેઓ રાતદિવસ મજૂરી કરી પાકને તૈયાર કર્યો હતો પરંતુ કમોસમી માવઠાને કારણે પાણી ભરાઈ જતાં તેમના ખેતરમાં વાવેલા તમામ પાક નષ્ટ થઈ ગયો છે..

બાઈટ...રમેશ ચૌધરી
( ખેડૂત )

બાઈટ.. દશરથ પટેલ
( ખેડૂત )

બાઈટ.. જેલાબેન ચૌધરી
( મહિલા,ખેડૂત )

બાઈટ..પરેશ ચૌધરી
( ખેડૂત )

બાઈટ.. હીરાભાઈ ભુરિયા
( ખેડૂત )

Conclusion:વિઓ.. વારંવાર થયેલ કુદરતી કહેરના કારણે ખેડૂતોના મોંમા આવલો કોળીયો છીનવાઇ જાય છે અગાઉ પણ ખેડૂતોને કમોસમી માવઠાને કારણે ભારે નુકસાન થયું હતું ત્યારબાદ ફરીથી ખેડૂતોમાં માં બેઠા થવાની તૈયારીમાં હતા અને તેમનો પાક તૈયાર થવા આવ્યો હતો ત્યાં ફરી કમોસમી માવઠુ થતા ખેડૂતોની તમામ આશા અપેક્ષા ઉપર પાણી ફરી વળ્યું છે તેના કારણે ખેડૂતો પાયમાલની કગાર પર આવીને ઊભા રહ્યા છે. ત્યારે સરકાર ખેડૂતોને મદદ કરે અને ખેડૂતોને નુકશાન સામે વળતર આપે તેવી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની માંગણી છે એક તરફ ખેડૂતો અગાઉ થયેલા નુકશાન માટે દિન રાત કાળી મજૂરી કરી બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે બીજી તરફ કુદરત જાણે બદલો લેવા માંગતી હોય તેમ એક પછી એક માત્ર આરોપી આફતો વરસાવી રહ્યું છે ત્યારે હવે ખેડૂતોને આ કુદરતી આફતોમાં થી ક્યારે રાહત મળશે અને ફરી આ નુકસાન કેવી રીતે ભરપાઈ કરી શકાશે તે જોવાનું રહ્યું...

બાઈટ.. તેજાભાઈ પટેલ
( ખેડૂત )

બાઈટ.. ભારમલભાઈ ચૌધરી
( ખેડૂત )

પી ટુ સી.. રોહિત ઠાકોર

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.