- વડગામના સેંમ્ભર ખાતે આવેલા ગોગ મહારાજના મંદિર પાસે લટાર મારતો રીંછ
- રીંછનો લટાર મારતો વીડિયો સોશિયલ માડિયા પર વાઇરલ
- સ્થાનિકો દ્વારા રીંછનો વીડિયો વાઇરલ કરાયોરીંછની લટાર
બનાસકાંઠા: વડગામમાં આવેલા સેમ્ભર ગોગ મહારાજના મંદિર પાસે રોડ પર રીંછની લટાર કેમેરામાં કેદ થતાં કુતુહલ સર્જાયું હતું.વહેલી સવારે મંદિરના રોડ પર રીંછ જોવા મળતા સ્થાનિકોએ મોજમસ્તી માટે રીંછનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો.
રીંછનો વીડિયો વાઇરલ ન કરવા અપીલ
ઉલ્લેનીય છે કે, સ્થાનિકો દ્વારા વીડિયો વાઇરલ કરતા એક વ્યક્તિએ આ વીડિયો વાઇરલ નહિ કરવા લોકોને અપીલ કરી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ દ્વારા લોકોને અપીલ કરાઇ રહી છે કે આવો વીડિયો પરવાનગી વિના બનાવવો તે ગુનો છે.બીજી તરફ દિવસના સમયે અહીં મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા પણ આવતા હોવાથી રીંછની લટારથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.