ETV Bharat / state

હજયાત્રાના નામે કરોડોની છેતરપીંડી, નૂરમોહમ્મદ દાઉઆ આલ્ફા એન્ટરપ્રાઇઝ સામે નોંધાઇ ફરિયાદ - BNS_

બનાસકાંઠાઃ શહેરમાં મુંબઈની એક કંપનીના ટુર ઓપરેટરે 100 થી વધુ લોકો સાથે હજયાત્રા નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટની છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર ટુર ઓપરેટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાની નૂરમોહમ્મદ દાઉઆ આલ્ફા એન્ટરપ્રાઇઝના સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ
author img

By

Published : Jul 15, 2019, 12:04 AM IST

બનાસકાંઠામાં રહેતાં ગુલામ પલાસરાએ પોલીસ મથકે ઓપરેટર સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, દર વર્ષે હજ યાત્રા માટે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અસંખ્ય મુસ્લિમ બિરદારો મક્કા મદીના ખાતે જતા હોય છે. બનાસકાંઠા જિલ્લાના બાદરપુરા ખાતે રહેતા નૂરમોહમ્મદ દાઉઆ આલ્ફા એન્ટરપ્રાઇઝના નામે ટુર ચલાવે છે. છેલ્લા દસ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ઘણા લોકોને તેઓ હજયાત્રા કરાવી ચૂક્યા છે.

બનાસકાંઠાની નૂરમોહમ્મદ દાઉઆ આલ્ફા એન્ટરપ્રાઇઝના સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના બસુ ગામના 105થી વધુ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી આચરી છે. વડગામના બસુ ગામે આવી હજયાત્રાએ જવા ઇચ્છુક યાત્રીઓનો વિશ્વાસ સંપાદિત કરી એક યાત્રી પાસે કુલ 2,30,000 રૂપિયા લેખે ઉઘરાવ્યાં હતા. નાણાં આપેલા તમામને તારીખ 25/06/2019 સુધીમાં હજ યાત્રાએ લઈ જશે તેવું કહ્યું હતું. પરંતુ હજની તારીખ નજીક આવતા મોબાઈલ ઉપર સંપર્ક કરતા આલ્ફા એન્ટરપ્રાઈઝના તમામ સંચાલકોના મોબાઈલ સ્વીચ ઓફ આવતા હતા. યાત્રીઓએ મુંબઈ ઓફીસે તપાસ કરતા ઠગ ટૂર ઓપરેટરો ઓફીસને તાળાં મારી રફુચક્કર થઈ ગયા હોવાનું માલુમ પડતાં હજયાત્રીઓએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસમાં આરોપી મુખ્ય આરોપી નૂરમહમદ ઇબ્રાહિમ દાઉઆ તેના પુત્ર માજ નૂરમહમદ દાઉઆ, મોબીન નૂરમહમદ દાઉઆ અને જમાઇ સોહિલ દાઉઆના નામ સામે આવ્યાં છે. પોલીસે પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:લોકેશન... છાપી. બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.14 07 2019

સ્લગ...કરોડો ની છેતરપીંડી ની ફરિયાદ

એન્કર...બનાસકાંઠામાં મુંબઈની એક કંપનીના ટુર ઓપરેટરે 100 થી વધુ લોકો સાથે હાજયાત્રા નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે જે મામલે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર ટુર ઓપરેટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Body:વિઓ...દર વર્ષે હજ યાત્રા માટે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં થી અસંખ્ય મુસ્લિમ બિરદારો મક્કા મદીના ખાતે જતા હોય છે, તેમજ બનાસકાંઠા જિલ્લાના બાદરપુરા ખાતે રહેતા નૂરમોહમ્મદ દાઉઆ પણ આલ્ફા એન્ટરપ્રાઇઝ ના નામે ટુર ચલાવે છે તેમજ છેલ્લા દસ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ઘણા લોકોને તેઓ હજયાત્રા કરાવી ચૂક્યા છે તે દરમ્યાન 4 મહિના અગાઉ બનાસકાંઠા જિલ્લાના બસુ ગામના 100 વધુ લોકોએ હજ યાત્રા એ જવા માટે વ્યક્તિ દીઠ 2.30 રૂપિયા આપ્યા હતા અને તે બાદ નૂરમોહમ્મદ ,તેમના બે પુત્ર અને જમાઈ સાથે વારંવાર સંપર્ક કરતા તેઓનું કામ થઈ જશે તેમ જણાવ્યું હતું પરંતુ તે બાદ અચાનક આ ચારેય જણાએ ગ્રાહકોના ફોન ઉઓળવાનું બંધ કરી દીધું હતું તેમજ આ વાત ને 5 મહિના જેટલો સમય થવા આવ્યો તેમ છતાં નાણાં ઉઘરાવ્યાં બાદ લોકોને ના તો હાજયાત્રા એ જવા મળ્યું કે ના તો પૈસા પરત મળ્યા જેથી ગુલામરસૂર પલાસરા એ છૈ પોલીસ મથકે ટુર ઓપરેટર સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે બનાસકાંઠા ના બસુ ગામનાજ 100 થી વધુ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી આચારી છે જેયરે સમગ્ર ગુજરાતમાંથી અસંખ્ય લોકો આ ટુર સંચાલક ના સંપર્ક માં હજ તેથી જો પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તો હજુ પણ વધુ લોકો સાથે કરોડો ની ઠગાઈ થઈ હોવાનું બહાર આવી શકે તેમ છે .......

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.