ETV Bharat / state

Banaskantha Crime : થરાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા કરી, બાદમાં મૃતદેહ 500 કિલોમીટર ફેંકી આવ્યા - Banaskantha wife lover with husband killed

બનાસકાંઠાના ચોટપા ગામે અનૈતિક સંબંધોનો કરુણ અંજામ બન્યો છે. જેમાં પરપુરુષ સાથેના આડા સંબંધમાં આડખીલીરૂપ બનતાં પતિને પત્ની અને તેના પ્રેમીએ મોતને ઘાટ ઉતારી મૃતદેહને 500 કિલોમીટર દૂર ફેંકી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા બંને હત્યારાઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Banaskantha Crime : થરાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા કરી, બાદમાં મૃતદેહ 500 કિલોમીટર ફેંકી આવ્યા

author img

By

Published : Jul 10, 2023, 10:34 PM IST

થરાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા કરી

બનાસકાંઠા : થરાદ તાલુકાના ચોટપા ગામે રહેતા શંકરભાઈ પટેલ નામનો યુવક 12 દિવસ અગાઉ ગુમ થઈ ગયો હતો. જે મામલે તેમના પરિવારજનોએ જાણવાજોગ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી. શંકર પટેલ નામનો યુવક ગુમ થઈ જતા પોલીસે શરૂ કરેલી પ્રાથમિક તપાસમાં તેની પત્ની પર શંકા ગઈ હતી. જેથી પોલીસે હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વેન્સ તેમજ મોબાઈલ કોલ ડીટેલના આધારે તેમાં ત્રીજા વ્યક્તિનું પગેરૂ સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતા ગુમ થયેલ યુવકની પત્ની ભાવના પટેલને શિવા પટેલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો તેમજ કોલ ડીટેલના આધારે તપાસ કરતા શંકર પટેલ ગુમ થયો હતો તે દિવસે તેની હાજરી પણ જોવા મળી હતી.

કેવી રીતે હત્યા કરી : જેથી પોલીસે કડક પૂછપરછ કરતા ભાવના અને તેનો પ્રેમી માનસિક રીતે તૂટી ગયા હતા. બંને શંકર પટેલની હત્યા કરી મૃતદેહ અંકલેશ્વર પાસે ફેંકી આવ્યા હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે હત્યારાઓની પૂછપરછ કરતા તેની પત્નીને અડચણરૂપ બનતા તેણે તેના પ્રેમી શીવા પટેલ સાથે મળી તેના પતિને બોલાવી તેને કેફી પીણું પીવડાવી બેભાન કરી તેની હત્યા કરી હતી. તેનો મૃતદેહને જીવતો હોય તે રીતે ગાડીમાં બેસાડીને છેક અંકલેશ્વર સુધી લઈ ગયા હતા, જ્યાં અંકલેશ્વર પાસે એક અવાવરું જગ્યામાં તેનો મૃતદેહ ફેંકી દીધો હતો.

યોગ્ય ન્યાયની આશા : મૃતકના સગાના સગા સંબંધીએ જણાવ્યું હતું કે, શંકર પટેલની જે પ્રમાણે હત્યા કરવામાં આવી છે, તે ખરેખર ખૂબ મોટી બાબત છે અને એના જે પણ આરોપીઓ છે. તેમને સખતમાં સખત સજા થવી જોઈએ. આ કેસમાં અમને થરાદ પોલીસે ખૂબ સપોર્ટ કરેલો છે અને અમને વિશ્વાસ છે કે, થરાદ પોલીસ 100 ટકા યોગ્ય ન્યાય અપાવશે

29મી જૂન 2023ના રોજ થરાદ પોલીસને માહિતી મળે છે કે, એક ભાઈ જેમનું નામ શંકરભાઇ અચળાભાઈ પટેલ કે તેઓ અચાનક ગાયબ થઇ ગયા છે. પોલીસે જાણવાજોગ નોંધી તેમની આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી અને ત્યારબાદ ધ્યાનમાં આવ્યું કે, તેમના પત્ની ભાવનાબેન છે, જેમના એક વ્યકિત જેનુ નામ શિવા પટેલ છે તેમની સાથે તેમના આડા સબંધ હતા, ત્યારબાદ બાદ વધારે જાણકારી મેળવતા ખ્યાલ પડે છે કે 29મી જુનના રોજ જે શીવા પટેલે શંકરભાઈને એ કોઈ અજાણી જગ્યાએ બોલાવ્યા હતા. તે વાતચીતમાં ઘેરણ વાળું પાણી પીવડાવ્યું હતું, ત્યારબાદ શંકરભાઈ બેભાન થઈ ગયા હતા ત્યારે તેમનું રસી વડે ગળું દબાવી તેમની હત્યા કરી દેવામાં આવી હતી. - અક્ષય રાજ મકવાણા (જિલ્લા પોલીસ વડા)

જંબુસર રસ્તામાં મૃતદેહ ફેંકી દીધો : ત્યારબાદ શીવાભાઈએ પોતાની જ કારમાં ગાડીમાં શંકરભાઈ જાણે બેઠા હોય તેવી રીતે સીટમાં બેસાડીને જ્યાં તેઓ નોકરી કરતા હતા. ત્યાં અંકલેશ્વર બાજુ જંબુસર રસ્તામાં શીવાભાઈને વ્હોરા ફેંકી દીધા હતા. ભરૂચ પોલીસને પણ આ બાબતની જાણ થતા એડી દાખલ કરેલી છે. જે બાબતે દફતરે ધોરણે ધ્યાન આવતા શંકરભાઈના પરિવારને ત્યાં લઈ જવામાં આવ્યા હતા. તેના મૃતદેહની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારે પરિવારે શંકરભાઈનો મૃતદેહ ઓળખ કરી હતી, ત્યારબાદ પોલીસે વધારે પૂછપરછ કરતા તેમના પત્ની ભાવનાબેન અને શકમંદ શીવા પટેલે સાથે મળી આ હત્યા કરી હોવાનું ધ્યાને આવ્યું હતું અને આ બાબતે કોર્ટમાંથી તેમના રિમાન્ડ પણ મળ્યા છે.

  1. Navsari Crime : પિયરમાં બહેન આવી તો પ્રેમ સંબંધનું ભૂત ધુણ્યું, ભાઈએ ચપ્પુના ઘા ઝીંકી યુવકના પ્રાણ પંખેરા ઉડાડી નાખ્યા
  2. Ahmedabad Crime : રક્તરંજિત અમરાઈવાડી, જૂની અદાવતમાં મિત્ર દ્વારા મિત્રની હત્યાની જાણો સમગ્ર ઘટના
  3. Rajkot Crime: રાજકોટમાં 13 વર્ષની તરુણીની દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપી ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.