બનાસકાંઠાઃ સરહદી રેન્જ આઈજી ભૂજ પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદી તથા બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલના સૂચન મુજબ જે.બી. અગ્રવાત પી.આઈ તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એન.એન. પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા, ત્યારે ભાભર પોલીસને બાતમી મળી હતી કે, મીઠા ગામના પંથકમાં એક ખેડૂતે પોતાના ખેતરમાં ગાંજો ઉગાડ્યો છે.
પોલીસે કાફલા સાથે દરોડા પાડતા ચોંકાવનારા દ્રશ્યો સર્જાયા હતા. ગાંજાના છોડનું ખેતર જોયા પછી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાંજાના છોડ નંગ 848 જેની બજાર કિંમત રૂપિયા 2,90,000ના મુદ્દામાલ સાથે અને એક મોબાઇલ ફોન રૂપિયા 500 અને આરોપી ખુમાજી રામજી ઠાકોરને પકડી NDPS એકટ મુજબ ગુનો નોંધી ભાભર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.