બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં 2015 અને ત્યારબાદ 2017 માં ભારે પુર આવ્યું હતું જેમાં હજારો લોકો પૂરમાં ફસાયા હતા. કેટલાક લોકો મૃત્યુ પણ પામ્યા હતા. લાખણી તાલુકાના નાંણી ગામમાં પણ ભયંકર પૂર આવ્યું હતું જેમાં બ્રિજ નીચો હોવાને કારણે પાણી નીકળી શકતું ન હતું. નાણી ગામના વસવાટ કરતા મોટાભાગના લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા અને લોકો નિરાધાર બન્યા હતા. પૂરને ભયંકર પરિસ્થિતિમાં અનેક લોકોને તો હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
'નાણી ગામમાં વારંવાર પૂર આવે છે જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે. તેનું મુખ્ય કારણ છે બ્રિજનો હોવાને કારણે પાણી નીકળતું નથી તેથી અમારા ગામમાં મોટો બ્રિજ બનાવવામાં આવે જેથી સરળતાથી તમામ પાણી નીચેથી નીકળી શકે. બાજુમાં આવેલા ઘરોમાં પાણીના ગુસ્સે અને લોકો ચોમાસા દરમિયાન શાંતિથી પોતાના બાળ બચાઓ સાથે રહી શકે.' -ઇશ્વરભાઇ પરમાર, સરપંચ
ગ્રામજનોએ સ્કૂલનો લીધો હતો આશરો: 2015-17 માં જે પુર આવ્યું હતું જેના કારણે નાણી ગામમાં વસવાટ કરતા મોટાભાગના લોકોમાં પાણી ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને તમામ ઘરવખરી તણાઈ ગઈ હતી. લોકો બે ઘર થયા હતા ત્યારે લોકો પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી પોતાના બાળકો સાથે નાણી પ્રાથમિક શાળામાં સ્થળાંતર કર્યું હતું. ગ્રામજનોના મદદથી પાંચથી સાત દિવસ ત્યાં જમવાનું આપીને લોકોને રાખવામાં આવ્યા હતા.
'2015-17માં આવેલા પુરમાં ગામલોકોને ભારે નુકસાન થયું હતું. ગામનું ગરનાળું નાનું હોવાને કારણે પાણીનો નિકાલ થયો ન હતો. પાણી ભરાતા લોકોના ઘર ડૂબી ગયા હતા. ગ્રામજનોએ અનેક વાર તંત્રને રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી આ બ્રિજને ઊંચો અને લાંબો બનાવવામાં આવ્યો નથી. અમારી માંગ છે કે સરકાર દ્વારા સત્વરે આબરી જ ઊંચો બનાવવામાં આવે જેથી વારે ઘડીએ આવતા આ પૂરમાં અમારા ગામના લોકો આ પૂર્ણ ભોગ ન બને.' -ગ્રામજન
લોકોને ભારે હાલાકી: ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે નાણી બસ સ્ટેન્ડથી લઈને ડેરી સુધીનો રોડ નીચો હોવાને કારણે રોડ પર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને અવરજવર કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે. ઘણીવાર ચોમાસામાં રોડ પર પાણી ભરાઈ જાય છે ત્યારે ઈમરજન્સીમાં પણ હોસ્પિટલ જવું હોય તો જઈ શકાતું નથી. બહેનો માટે ખાસ કરીને પ્રસુતિના સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.