ETV Bharat / state

બનાસકાંઠા : ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળતા ખેડૂતોએ ઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો - નાળોદર ગામ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના વાવ તાલુકાના લોદ્રાણી અને નાળોદર ગામની સીમમાંથી પસાર થતી લોદ્રાણી માઇનોર કેનાલમાં સિંચાઈનું પાણી ન મળતા સ્થાનિક ખેડૂતોએ ઢોલ વગાડીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો

ઢોલ વગાડી વિરોધ
ઢોલ વગાડી વિરોધ
author img

By

Published : Nov 28, 2020, 6:14 AM IST

  • લોદ્રાણી ગામે પાણી માટે અનોખો વિરોધ પ્રદર્શન
  • બે દિવસમાં પાણી નહીં છોડાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
  • વારંવાર રજૂઆત કરવા છતાં સિંચાઇ માટે પાણી નથી મળતું પાણી

બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તારોમાં નર્મદા વિભાગના અધિકારીઓને જગાડવા માટે ખેડૂતોએ અનોખો વિરોધ દર્શાવ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણી ન મળતા ખેડૂતોએ આખરે કંટાળીને શુક્રવારે કેનાલમાં ઢોલ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. જો આગામી 3 દિવસમાં પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળતા ખેડૂતોએ ઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો

બે દિવસમાં પાણી નહીં છોડાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં કેટલા એવા ગામ છે, જ્યાં કેનાલ હોવા છતાં પણ ખેડૂતોને પાણી મળતું નથી. સરકારે આવા વિસ્તારોમાં કેનાલ તો બનાવી છે, પરંતુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતાં ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદા વિભાગના અધિકારીઓને નથી. તો આ વિસ્તારની મુલાકાત લીધી નથી. તેમજ અહીં આ ખેડૂતોને પાણી મળી રહે તે માટે કોઇ પ્રયાસો કર્યા નથી. વાવ તાલુકાના લોદ્રાણી અને નાળોદર ગામની પણ આ જ પરિસ્થિતિ છે. અહીં પણ છેલ્લા 7 વર્ષથી કેનાલ બનાવવામાં આવી છે, પરંતુ કેનાલ હોવા છતાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી. જેના કારણે દર વર્ષે ખેડૂતોએ વ્યાજે નાણા લાવી મોંઘાદાટ બિયારણોનું વાવેતર કરે છે અને કેનાલ મારફતે પાણી મળી રહેશે તે આશાએ વાવેતર કરતા હોય છે, પરંતુ કેનાલમાં પાણી ન મળતા વાવેતર નિષ્ફળ જાય છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. લોદ્રાણી ગામના 100 જેટલા ખેડૂતોએ શુક્રવારે કેનાલ પર ભેગા મળીને ઢોલ વગાડી અનોખો વિરોધ દર્શાવ્યો હતો અને બહેરી મુંગી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં પરંતુ જો બે દિવસમાં પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

ઢોલ વગાડી વિરોધ
લોદ્રાણી ગામે પાણી માટે અનોખો વિરોધ પ્રદર્શન

વારંવાર રજૂઆત કરવા છતાં સિંચાઇ માટે પાણી નથી મળતું પાણી

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના લોદ્રાણી અને નાળોદર ગામના ખેડૂતોને કેનાલમાં પાણી ન મળતા ખેડૂતો ઢોલ વગાડી વિરોધ દર્શાવ્યો હતો. જોકે, ખેડૂતોનું કહેવું છે કે, અમે નર્મદા વિભાગના અધિકારીઓને લેખિત અને મૌખિક ઘણી વાર રજૂઆત કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી. જેને લઇ શુક્રવારે લોદ્રાણી અને નાળોદર ગામના ખેડૂતોએ લોદ્રાણી માઇનોર એક કેનાલ પર બધા ભેગા મળીને ઢોલ વગાડીને વિરોધ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે, નર્મદા વિભાગને અમને લોદ્રાણી માઇનોર-1માં પાણી પહોંચાડવામાં આવે તેવી માગ કરી છે.

લોદ્રાણી માઇનોર-1માં પાણી ન આવતા ઢોલ વગાડીને પ્રશાસને જગાડવાનું કામ કર્યું

બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના લોદ્રાણી અને નાળોદર ગામના ખેડૂતો દ્વારા લોદ્રાણી માઇનોર કેનાલ પર જઈને ઢોલ વગાડવાની વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જવાબદાર તંત્રના બહેરા કાને ખેડૂતની વેદના સંભળાય તે માટે ખેડૂતોએ આ ઢોલ વગાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, જ્યારથી કેનાલ બનાવવામાં આવી છે. ત્યારથી લઈને આજ દિવસ સુધી આ લોદ્રાણી કેનાલમાં પાણી આવ્યું નથી. શિયાળુ સિઝનની એક મહિનો પૂર્ણ થવા આવ્યા છતાં હજૂ સુધી લોદ્રાણી ગામના ખેડૂતોને પાણીના પહોંચતા જવાબદાર તંત્રને ઢોલ વગાડીને જગાડવાનું કામ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.