ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લા પંચાયતે એકસૂરે કર્યો ઠરાવ, નહીં અપાય પથિકાશ્રમની જમીન

બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભા મળી હતી. જેમાં પંચાયતના ભાજપ-કોંગ્રેસના તમામ સભ્યોએ નવીન કલેક્ટર કચેરી બનાવવા પથિકા આશ્રમની જમીન નહીં આપવાનો મક્કમ ઠરાવ એક સૂરે કર્યો હતો. આ ઉપરાંત સાધારણ સભામાં શિક્ષણ સમિતિમાં બે અને સામાજિક ન્યાય સમિતિમાં એક કો-ઓપ્ટ સભ્યોની નિમણૂક પણ કરાઈ હતી.

બનાસકાંઠા જિલ્લા પંચાયતે એકસૂરે કર્યો ઠરાવ, નહીં અપાય પથિકાશ્રમની જમીન
બનાસકાંઠા જિલ્લા પંચાયતે એકસૂરે કર્યો ઠરાવ, નહીં અપાય પથિકાશ્રમની જમીન
author img

By

Published : Jan 19, 2021, 1:25 PM IST

  • જિલ્લા કલેક્ટર દ્વારા નવીન કલેકટર કચેરી બનાવવા પથિકાશ્રમની જગ્યા લેવા કરાઈ હતી દરખાસ્ત
  • કલેકટર કચેરીની બહાર આવેલ પથિકાશ્રમ જિલ્લા પંચાયત હસ્તક છે
  • કાયદાકીય લડત લડવાનો પણ જિલ્લા પંચાયતે કર્યો ઠરાવ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસનું શાસન છે. જે હેઠળ આજે યોજાયેલ સાધારણસભામાં શિક્ષણ સમિતિના બે કો-ઓપ્ટ સભ્યો અને સામાજિક ન્યાય સમિતિમાં એક સભ્યની નિમણૂંકને બહુમતીના જોરે મંજૂરી અપાઈ હતી.આ સાધરણસભામાં ભાજપના 10 સભ્યો ગેરહાજર રહ્યાં હતાં.જોકે સમગ્ર સાધરણસભા પથિકાશ્રમને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ ઠરાવ કરાયો હતો. સાધારણસભા દરમ્યાન સરકાર તરફથી રજૂ થયેલ મુદ્દામાં દરખાસ્ત કરાઈ હતી કે હાલની કલેકટર કચેરીની બહાર જિલ્લા પંચાયત હસ્તકનું જે પથિકાશ્રમ આવેલું છે તેને જિલ્લા કલેકટરને નવીન કલેકટર કચેરી બનાવવા આપવામાં આવે. આ દરખાસ્તને કોંગ્રેસ અને ભાજપના તમામ સભ્યોએ નકારી કાઢી કોઈપણ કિંમતે પથિકાશ્રમની જગ્યા નહીં આપવા એકસૂરે ઠરાવ કરાયો હતો. એટલું જ નહીં જો સરકાર કલેકટર કચેરી માટે પથિકાશ્રમની જગ્યા લેશે તો કાનૂની લડત લડવા અંગેનો પણ ઉલ્લેખ આ થરાવમાં કરાયો હતો.

  • પથિકાશ્રમ જિલ્લા પંચાયતનું નાક છે

    જિલ્લા પંચાયતના મહિલા સદસ્યા લક્ષ્મીબેન કરેણે જણાવ્યું હતું કે જો જિલ્લા કલેકટરને નવીન કલેકટર કચેરી બનાવવી હોય તો જોરાવર પેલેસ સંકુલમાં ઘણી જ જગ્યા ઉપલબ્ધ છે. પરંતુ જિલ્લા પંચાયત હસ્તકનું પથિકાશ્રમએ જિલ્લા પંચાયતનું નાક છે. તેને કોઈપણ ભોગે આપવું યોગ્ય નથી. કોંગ્રેસના સિનિયર મહિલા સભ્યની આ વાતને સાધરણસભામાં હાજર ભાજપ કોંગ્રેસના તમામ સભ્યોએ એકસૂરે વધાવી લીધી હતી અને તમામ સભ્યોએ એક મતે ઠરાવ કર્યો હતો કે કલેકટર કચેરી માટે પથિકાશ્રમ નહીં અપાય અને જો જરૂર પડશે તો કાયદાકીય લડત ચલાવીને પણ પથિકાશ્રમ બચાવવામાં આવશે. આ મહત્વપૂર્ણ બાબતે બનાસકાંઠા જિલ્લાના સત્તાધીશોની જાગરૂકતા દર્શાવતી હોવાનું જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.