ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું સામાન્ય બજેટ બહુમતીથી પસાર

author img

By

Published : Mar 22, 2021, 6:28 PM IST

બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધરણ સભા સોમવારે પાલનપુર ખાતે જિલ્લા પંચાયતના હોલમાં યોજાઈ હતી. અંદાજિત 20 કરોડના આ બજેટમાં શ્રમકાર્ય, મનરેગાનું બજેટ વધારીને ત્રણ ગણું કર્યું છે, તો શાળાઓમાં દીકરીઓનું ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા પર પણ ભાર આપ્યું છે.

જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું સામાન્ય બજેટ બહુમતીથી પસાર

  • જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું સામાન્ય બજેટ બહુમતીથી પસાર
  • વિપક્ષોએ ઉઠાવ્યા અનેક સવાલો
  • વિપક્ષ દ્વારા મતદાન પ્રક્રિયાનો બોયકોટ

બનાસકાંઠા: જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. જેની બજેટ ચર્ચા માટેની સાધરણ સભા સોમવારે પાલનપુર ખાતે જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી. આ બજેટ બેઠકમાં બજેટ પહેલાં સભ્યોના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરાતાં વિપક્ષના નેતા દીનેશભાઈ દવેએ જાહેરાતો પાછળ કરાતા ખોટા ખર્ચાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેમજ શાસક પક્ષનાં મહિલા સભ્ય લક્ષ્મીબેને કુદરતી આપત્તિ સમયે લોકોને સહાય કરવા બજેટમાં કોઈ રકમની ફાળવણી કરાઈ છે કે નહીં તે અંગે સવાલ રજૂ કર્યો હતો.

આ પણ વાંચો: નવસારી જિલ્લા પંચાયતનું 1011.57 કરોડનું જંગી બજેટ રજુ

20 કરોડનું બજેટ રજૂ કરાયું

બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2021-22નું રુપિયા 20 કરોડની રકમનું બજેટ રજૂ કરાયું હતું. આ બજેટમાં પંચાયત વિકાસ કાર્ય, શિક્ષણ, બાંધકામ, ખેતીવાડી, પશુપાલન, સિંચાઈ, સમાજ કલ્યાણ તેમજ આરોગ્ય પાછળ બજેટમાં નાણાંની ફાળવણી કરવામાં આવી છે.

20 કરોડનું બજેટ રજૂ કરાયું

આ પણ વાંચો: પાટણ જિલ્લા પંચાયતનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયુ

જાહેરાતો પાછળ કરાતા ખર્ચ મુદ્દે પક્ષ-વિપક્ષ આમને-સામને

જિલ્લા પંચાયતની બજેટલક્ષી સાધરણ સભામાં વિપક્ષના નેતા દીનેશભાઈએ સવાલ કર્યો હતો કે, જિલ્લા પંચાયતની આવક ખૂબ મર્યાદિત છે છતાં સત્તાપક્ષ દ્વારા દિવાળી જાહેરાતોના નામે ખોટા ખર્ચાઓ કરાય છે.જે બંધ થવા જોઈએ તો આ સવાલ બાદ સત્તાપક્ષ કોંગ્રેસ અને વિરોધ પક્ષ ભાજપના સભ્યો આમને-સામને આવી ગયા હતાં. કોંગ્રેસના સભ્યોએ વળતો પ્રહાર કરી ભાજપ સરકાર દ્વારા જાહેરાતો પાછળ થતાં ખોટા ખર્ચાઓ બંધ કરવા ભાજપના સભ્યોને જ વળતો સવાલ કર્યો હતો.

બજેટમાં દીકરીઓના શાળામાં વધતાં ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડવા ખાસ જોગવાઈ

બનાસકાંઠા જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં દીકરીઓના શાળા છોડવાનો ડ્રોપ આઉટ રેશિયો વધારે છે. જેને લઈ આ બજેટમાં દીકરીઓ માટે ખાસ જોગવાઈ કરાઈ છે, તેમજ દીકરીઓના આરોગ્યની ચિંતા કરી શાળામાં જ સેનેટરી પેડ આપવામાં આવશે તેવી જોગવાઈ પણ આ બજેટમાં કરાઈ છે.

મનરેગા પાછળના નાણાં ગયા વર્ષ કરતાં ત્રણ ગણા વધારી દેવાયાં

બનાસકાંઠા જિલ્લા પંચાયતે રજૂ કરેલા બજેટમાં મનરેગા યોજના એટલે કે પંચાયત અને વિકાસ ક્ષેત્રે 1 કરોડ અને 76 લાખ રૂપિયા ફાળવાયા છે. જે રકમ ગયા વર્ષ કરતાં ત્રણ ગણી વધુ છે. આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય પાછળ પણ મોટી રકમ ફાળવાઈ હોવાનું જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.