આસેડા: ડીસા તાલુકાના આસેડા ગામે આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની શાખાના બ્રાન્ચ મેનેજર(A Manager Of Baroda Gramin Bank) પશુપાલક પાસેથી પશુ નિભાવ લોન ની અરજી પાસ કરવા ₹10,000 ની લાંચ લેતા પાલનપુર એસીબીના હાથે ઝડપાયા છે,(A Manager Taking A Bribe Of 10 Thousand ) એસીબી ની ટીમે મેનેજર ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે .
10 હજાર ની લાંચની માગણી: ડીસા તાલુકાના આસેડા ગામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ની શાખા આવેલી છે. જેમાં ગામના એક પશુપાલકે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પશુ નિભાવ લોન રૂપિયા દોઢ લાખ લેવા માટે અરજી કરી હતી. જે લોન પાસ કરવા માટે બેંક મેનેજરે રૂપિયા 10 હજાર ની લાંચની માગણી કરેલ હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોવાથી ફરીયાદીએ પાલનપુર એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.
લાંચ ઝડપવાનુ આયોજન: ફરીયાદ આધારે એસીબીના બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ પાલનપુર એસીબીના પી આઇ એન.એ.ચૌધરીએ લાંચ ઝડપવાનુ આયોજન કર્યું હતું. આસેડા ગામે બેન્ક ની શાખાના મેનેજર જશવંતભાઈ બી દવે ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા 10 હજાર સ્વીકારતા રંગે હાથ પકડાઇ ગયા હતા. એસીબી ની ટીમે તેમની અટકાયત કરી ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.