બનાસકાંઠા: દેશમાં ખેતીમાં સુધાર લાવવા સંસદમાં બે મહત્વના બિલને મંજૂરી મળી હતી. વિપક્ષી દળોના વિરોધ વચ્ચે Farmers’ Produce Trade and Commerce Bill, 2020 અને Farmere Agreement on Price Assurance and Farm Services Bill, 2020 બિલ સંસદમાંથી પસાર થયું છે.
જો કે, આ દરમિયાન કેન્દ્ર સરકારની કેન્દ્રીય કેબિનેટમાંથી પ્રધાન હરસિમરત કૌર બાદલે રાજીનામું આપી દીધુ હતું. તેઓ સરકારમાં ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ પ્રધાન હતાં. તેમના રાજીનામાથી હવે ક્યાંક આ બળવો આગળ વધીને NDA સાથે સંબંધ તોડવા પર ન આવી જાય. આ બિલને લઈને ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના ખેડૂતો રસ્તાઓ પર ઉતર્યા છે. ત્યારે એ જાણવું જરૂરી બને છે કે આખરે આ બિલમાં એવું તે શું છે અને શું તે ખરેખર ખેડૂતો માટે નુકસાનકારક છે? ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે, સરકાર દ્વારા તાજેતરમાં જે ખેડૂત બિલ રજૂ કરવામાં આવ્યું છે તેનાથી ખેડૂતોને નુકશાન થશે. જેને લઈ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં વિરોધ જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અગાઉ પણ અનેક કુદરતી હોનારતના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બિલથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. સરકાર દ્વારા પહેલુ બિલ છે જરૂરી વસ્તુ, બીજુ બિલ છે ખેડૂત ઉપજ ધંધો અને વ્યવસાય બિલ અને ત્રીજુ બિલ છે ખેડૂત કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ. ત્રણ બિલોમાં ટેકાના ભાવ (MSP)નો એકવાર પણ ઉલ્લેખ નથી અને આ કારણે તેમને ડર છે કે, સરકાર ક્યાંક તેના દ્વારા MSP વ્યવસ્થા ખતમ તો કરવા નથી ઈચ્છતી ને. જો કે સરકારે કહ્યું છે કે MSPને ખતમ કરવાની કોઈ યોજના નથી. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આ વિષયમાં તેમને ભરોસામાં લેવામાં આવ્યા નથી.
કેન્દ્ર સરકાર કાયદા તરીકે જે વ્યવસ્થા લાગુ કરી રહી છે તેને જોઈએ તો તેમાં કેટલાક મૂળભૂત ફેરફાર કરીને નવી જોગવાઈ મૂકવામાં આવી છે. નિયમાનુસાર, હવે વેપારી મંડી બહાર પણ ખેડૂતોનો પાક ખરીદી શકશે. હાલની વ્યવસ્થામાં ખેડૂતો પોતાનો પાક ફક્ત મંડીમાં જ વેચી શકે એટલે કે ખેડૂતોનો પાક ફક્ત મંડીથી જ ખરીદી શકાતો હતો. કેન્દ્ર સરકારે દાળ, બટાકા, ડુંગળી,અનાજ, ખાદ્ય તેલ વગેરે વસ્તુઓને જરૂરી વસ્તુઓના નિયમમાંથી બહાર કરીને તેની સ્ટોક સીમા ખતમ કરી દીધી છે. આ બંને ઉપરાંત કેન્દ્ર સરકાર કોન્ટ્રાક્ટ ફોર્મિંગને પ્રોત્સાહન આપવાની નીતિ ઉપર પણ કામ શરૂ કરી રહી છે. જેના પ્રત્યે ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
તો બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક સરકારના આ બિલને સમર્થન પણ મળી રહ્યું છે. સરકાર દ્વારા આ નીતિથી જે વિસ્તારોમાં ખેડૂતોની પાસે વધારાનો પાક છે તે રાજ્યોમાં તેમને સારા કિંમત મળશે. આ જ રીતે જે રાજ્યોમાં ઉણપ છે ત્યાં પણ તેમને ઓછા ભાવે વસ્તુઓ મળશે. ખેડૂતોને જે પ્રમાણે પોતાના પાકને લઈ રોજેરોજ મંડીમાં જઈને ઊભો રહેવું કરતો હતો તે હવે કોઈ ખેડૂતોને ઉભું રહેવું નહીં પડે અને ખેડૂત ગમે ત્યાં પોતાનો પાક વેેચી શકશે. જેનાથી ખેડૂતનો સમય પણ બચશે અને ભાવ પણ સારા મળી શકશે. સરકારનો પ્રયત્ન છે કે, જે પણ એગ્રી બિઝનેસ કંપનીઓ છે કે, હોલસેલર્સ, એક્સપોર્ટર્સ અને રિટેલર્સ છે ખેડૂતો તેમની સાથે પોતે એગ્રીમેન્ટ કરીને પરસ્પર કિંમતો નક્કી કરશે અને પાક વેચશે. ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ મળશે. વિવાદ થશે તો સમય મર્યાદામાં તેના ઉકેલની પ્રભાવી વ્યવસ્થા હશે. બોનસ કે પ્રીમીયમની જોગવાઈ હશે.
હાલની વ્યવસ્થામાં જરૂરી વસ્તુ અધિનિયમના કારણે કોલ્ડ સ્ટોરેજ, ગોદામો, પ્રોસેસિંગ અને એક્સપોર્ટમાં રોકાણ ઓછું થવાના કારણે ખેડૂતોને લાભ મળતો નથી. જો પાક જલ્દી સડે એવો હોય અને બમણું ઉત્પાદન થયું હોય તો ખેડૂતોને ભારે નુકસાન ઉઠાવવું પડે છે. આ અધિનિયમ કાયદો બને તેના પર એટલા માટે આપત્તિ વ્યક્ત કરાઈ રહી છે. કારણ કે, તેનાથી ભાવોમાં અસ્થિરતા આવશે. ફૂડ સિક્યુરિટી સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે. રાજ્યોને એ પણ ખબર નહીં પડે કે રાજ્યોમાં કઈ વસ્તુનો કેટલો સ્ટોક છે. આ સાથે જ જરૂરી વસ્તુઓના કાળાબજાર વધી શકે છે.