ETV Bharat / state

Banaskantha News: ડીસામાં આશા બહેને વૃદ્ધાશ્રમ ચલાવવા માટે પતિ સાથે લીધા છૂટાછેડા

વારસામાં મળેલું વૃદ્ધાશ્રમ ચલાવવા આશા બહેને પોતાના પતિને છૂટાછેડા આપી દીધા હોય તેવી એક ઘટના સામે આવી છે. ડીસાના રહેવાસી આ મહિલા વૃદ્ધાશ્રમમાં ઘરડા લોકોની સેવા કરીને માનવતાની મહેક ફેલાવી રહ્યા છે પરંતુ આ બાબત તેઓના સાસરિયાઓને પસંદ ન આવતા છૂટાછેડાની સ્થિતિ ઉદ્ભવી હતી.

asha-ben-from-disa-banaskantha-divorced-her-husband-to-run-an-old-age-home

author img

By

Published : Jun 8, 2023, 4:05 PM IST

વૃદ્ધાશ્રમ ચલાવવા માટે પતિ સાથે લીધા છૂટાછેડા

બનાસકાંઠા: બનાસકાંઠાના ડીસામાં રહેતા આશાબેન વૃદ્ધોની સેવા કરવા પોતાના પતિને છૂટાછેડા આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે આશાબેનના લગ્ન 2005 માં ભાભરના કારેલા ગામમાં પોતાની સમાજના રીતરિવાજ મુજબ થયેલા હતા. તેઓના પિતા વૃદ્ધાશ્રમ ચલાવતા હતા પરંતુ તેમના નિધન બાદ વૃદ્ધાશ્રમ અનાથ થઇ ગયું હતું. હવે આ વૃદ્ધાશ્રમ તેમની દીકરી આશાબેનને વારસામાં મળ્યું પરંતુ વૃદ્ધોની સેવા કરવી તે સાસરિયાઓને ન ગમતા છૂટાછેડાની સ્થિતિ ઉદભવી હતી. અત્યારે ડીસામાં આવેલા સુદામા વૃદ્ધાશ્રમમાં ઘરડા મા-બાપની સેવા કરી રહ્યા છે.

વૃદ્ધાશ્રમમાં ઘરડા લોકોની સેવા કરીને માનવતાની મહેક ફેલાવી

વૃદ્ધાશ્રમ ચલાવવાનો વિચાર ક્યાંથી આવ્યો: આજથી દસ વર્ષ અગાઉ એટલે કે 2010માં આશાબેનના પિતા કાંતિલાલ રાજ પુરોહિતે ઘરડા માવતરની સેવા કરવા માટે સુદામા વૃદ્ધાશ્રમ બનાવ્યું હતું. આશા બહેન પણ ઘરડા માવતરની સેવા કરવા માટે પિતાની સાથે વૃદ્ધાશ્રમમાં આવતા હતા. પિતાએ પણ આશાનું કામ જોઈને તેમના અવસાન પછી આ વૃદ્ધાશ્રમ આશાબેનને ચલાવવા માટે કહ્યું હતું. જો કે સમય જતા તેમનું અવસાન થયું અને આ વૃદ્ધાશ્રમ આશાબેન ચલાવતા હતા. આશાબેનના સાસરિયાને આ પસંદ ન હતું તેમને સ્પષ્ટ ના પાડી હતી કે આપણે વૃદ્ધાશ્રમમાં સેવા કરવા માટે જવું નથી. આશાબેનને પોતાના પિતાએ કહેલા શબ્દો યાદ આવ્યા ત્યારે તેમને સ્પષ્ટ ના પાડીને કહી દીધું કે હું વૃદ્ધાશ્રમ ચલાવીશ એવું હોય તો હું છૂટાછેડા લઈ લઉં પણ સેવા કરવાનું બંધ નહીં કરું.

હોસ્પિટલમાં લઇ જણાવી સુવિધા: સુદામા વૃદ્ધાશ્રમમાં આશાબેન સેવા કરી રહ્યા છે અને તેઓ જે ઘરડા લોકો બીમાર થાય છે અથવા તો જેમને હોસ્પિટલ જવાની જરૂર પડે છે. તેમને પોતાના ખર્ચે ડીસામાં આવેલી ભણસાલી હોસ્પિટલમાં દવા કરાવવા માટે લઈ જાય છે. જેમાં આવવા જવાનું ભાડું તેમજ દવાના પૈસા પણ આ આશા બહેન આપે છે.

ગૌશાળામાં ગાયોની સેવા: આશા બહેન પહેલા જ્યારે સાસરે હતા ત્યારે વહેલા ઉઠી ચા નાસ્તો કરીને તેઓ ગૌશાળામાં ગાયોની સેવા કરવા માટે જતા હતા. આમ પોતાનું જીવન પોતાના સાસરીમાં જીવતા હતા પરંતુ ત્યારબાદ સમય જતા પિતાનું અવસાન થયું હતું. આ વૃદ્ધાશ્રમ પોતાના શિરે આવ્યું ત્યારે આશાબેન હાલ સવારમાં વહેલા ઉઠી બધાને ચા નાસ્તો કરાવે છે ત્યારબાદ બધાને નવડાવે છે પછી જમવાનું આપે છે. જે લોકોને દવા ચાલુ હોય તે તમામ લોકોને દવા આપે છે જે ઘરડા લોકો છે જે જાતે કપડાં નથી પહેરી શકતા તેમને પણ કપડા પહેરાવે છે. જે લોકો માથું નથી ઓળાવી શકતા તેવા ઘરડા દાદીમાઓને તેઓ માથું પણ ઓળાવી આપે છે. આમ પોતાનું જીવન વૃદ્ધાશ્રમમાં રહેલા ઘરડા લોકોની સેવા કરવામાં અર્પણ કર્યું છે.

આજના આધુનિક યુગમાં લોકો ભણેલા અને ગ્રેજ્યુએટ છે ત્યારે લોકો ઘરડા માવતરની સેવા કરવાનું સાથે સાથે ભૂલી રહ્યા છે. પહેલાના સમયમાં ઉર્જા સમુહ બહુ ઓછા જોવા મળતા હતા પરંતુ અત્યારના સમયમાં દિવસેને દિવસે વૃદ્ધાશ્રમની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. લોકો પણ મા-બાપની સેવા કરવાનો ટાળી રહ્યા છે ત્યારે આવા ઘરડા મા-બાપની સેવા કરવા માટે અનેક સંસ્થાઓ અને લોકો સામે આવતા હોય છે. ડીસામાં પણ એક સુદામા નામનો વૃદ્ધાશ્રમ ચાલે છે જેમાં અનેક લોકો આ વૃદ્ધાશ્રમનો આશરો લે છે.

'મારા પિતાએ 2010 માં વૃદ્ધાશ્રમ બનાવ્યું હતું અને તેમણે મને કહ્યું હતું કે આશા આ વૃદ્ધાશ્રમ તું ચલાવજે ત્યારબાદ તેમનું અવસાન થયું હતું. મારા લગ્ન થયેલા હતા પરંતુ મારા સાસરી પક્ષ વાળાને હું આ સેવા કરું તે પસંદ ન હતું. તેમણે મને ના પાડી હતી વૃદ્ધાશ્રમમાં આવવાની જેથી મારા પિતાના શબ્દો મને યાદ આવ્યા અને મેં સાસરીવાળાને ના પાડી દીધી કે હું સેવા કરવા જઈશ ભલે તમારે છૂટાછેડા આપવા હોય તો આપી દો ત્યારે કરતા હતા. જેથી મેં છુટાછેડા લઈ લીધા અને અત્યારે આ વૃદ્ધાશ્રમમાં ઘરડા લોકોની સેવા કરું છું.' -આશાબેન, વૃદ્ધાશ્રમ ચલાવનાર

પિયર પક્ષ તરફથી સપોર્ટ: પિતાના અવસાન બાદ વૃદ્ધાશ્રમ આશા બહેન ચલાવે છે પરંતુ વૃદ્ધાશ્રમ ચલાવતા હોવાથી તેઓ કોઇ કામે જતા નથી જેથી તેમના પિયર પક્ષમાંથી તેમના ભાઈ અને મમ્મી દ્વારા આશાબેનને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. આશાબેનને પોતાનું ગુજરાન ચલાવવા માટે ભાઈઓ અને મમ્મી તરફથી તમામ ખર્ચ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

  1. PM Narendra Modi : પીએમ મોદીના કાર્યકાળને નવ વર્ષ થતાં તેમને ટ્રિબ્યુટ આપવા માટે સુરતના આર્ટિસ્ટે જરીથી તેમની તસ્વીર બનાવી
  2. Banaskantha News : બનાસકાંઠાના જોરવાડા ગામમાં પાણી ન મળતા બાળકો શાળા છોડવા બન્યા મજબૂર, વિદ્યાર્થીઓની સરકારને વિનંતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.