- ગુજરાતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતાં સ્થાનિક લોકોમાં રોષ
- પાટીદાર સમાજના આગેવાનોએ સ્થાનિક નાયબ કલેક્ટર આપ્યું આવેદનપત્ર
- સૃષ્ટિ હત્યાકેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લાવવાની માગ
બનાસકાંઠા: જેતપુર તાલુકાના જેતલસર ગામની દીકરી સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી ઉપર અસામાજિક તત્વો દ્વારા છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત દીકરી સૃષ્ટિના ભાઈ ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર સમાજમાં ચિંતા અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું થયું છે. આ ઘટના બાદ હાલમાં સમગ્ર ભારતમાં અનેક જિલ્લાઓમાંથી આરોપીઓને કડકમાં કડક સજા કરવા માટે સરકાર પાસે માગ પણ કરવામાં આવી રહી છે. વધુમાં આરોપીઓના કોર્ટમાં ઝડપથી કેસ ચલાવીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે. આ માત્ર એક સમાજની કે પછી એક પરિવારની દીકરીની વાત નથી, પરંતુ દરેક પરિવારમાં એક દીકરી અને ભાઈ હોય જ છે, ત્યારે સમાજમાં રહેલા અમુક અસામાજિકતત્વોને કડકમાં કડક સજા કરવામાં આવે તો આવનારા સમયમાં ગુનેગારો આવી ઘટનાને અંજામ આપતા અટકી શકે તેમ છે.
આ પણ વાંચો:જેતલસર ગામમાં પ્રેમસંબંધ મુદ્દે યુવકે છરીના ઘા મારી સગીરાની કરી હત્યા
સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં આરોપીઓને સજા થાય તે માટે બનાસકાંઠા પાટીદાર સમાજની માગ
ગુજરાતમાં પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેના રોષનું કારણ છે તાજેતરમાં રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં પાટીદાર સમાજની યુવતીની કરવામાં આવેલી હત્યા જેતપુરમાં સૃષ્ટિ રૈયાણી નામની યુવતી અને તેના ભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું મોત નીપજયું હતું. આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે, ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા પાટીદાર સમાજના આગેવાનોએ સ્થાનિક નાયબ કલેકટરને આવેદનપત્ર આપી હત્યા કરનારા સામાજિક તત્વોનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લાવવાની માગ સાથે ન્યાયની માગ કરી હતી.
આ પણ વાંચો:વડોદરામાંથી મળી આવેલા મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો, પતિએ જ કરી હતી હત્યા