બનાસકાંઠાઃ ગુરુવારે કોરોના વાઇરસની મહામારીમાં 25 જૂલાઇથી શરૂ થતી HNGU યુનીવર્સીટીની UG અને PG ફાઇનલના વિદ્યાર્થીઓની પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખવા માટે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
અનલોક શરૂ થયા બાદ દિવસેને દિવસે કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેમાંથી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાત પણ બાકાત રહ્યો નથી, ત્યારે કોરોના વાઇરસની મહામારીના સમયમાં HNGU યુનિવર્સિટી દ્વારા UG અને PG ફાઇનલના વિદ્યાર્થીઓની પરીક્ષા 25 જૂનથી શરૂ થવાની છે, ત્યારે પરીક્ષા આપવા માટે આવનાર તમામ વિદ્યાર્થીઓ મેડીકલ વીમો લેવામાં આવે અથવા તો પરીક્ષા રદ કરવામાં આવે તેવી માંગણી વિદ્યાર્થીઓએ કરી છે.
જે મામલે ગુરુવારે UG અને PG ફાઇનલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ દ્વારા ડીસા કોલેજ સંચાલક મંડળ અને HNGU યુનિવર્સિટી સંચાલક મંડળને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે તો, આગામી સમયમાં વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ આક્રમક માર્ગ અપનાવશે તેમ વિદ્યાર્થીઓએ ચિમકી ઉચ્ચારી હતી.