બનાસકાંઠા: ડીસામાં ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ આવેલો છે. જે ડીસા શહેરના મધ્યમાંથી પસાર થાય છે. આ બ્રિજ પરથી રોજના આઠ થી દસ હજાર જેટલા વાહનો પસાર થાય છે. પરંતુ આ બ્રિજ પર રાત્રિના સમયે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કારણ કે એલિવેટેડ બ્રિજ પર વારંવાર સ્ટ્રીટ લાઈટ બંધ થઈ જાય છે. નેશનલ હાઈવે ઓથોરિટી ના કર્મચારીઓ ની બેદરકારી અને યોગ્ય જાળવણીના અભાવે આ સ્ટેટ લાઈટ વારંવાર બંધ થઈ જતા રાત્રિના સમયે આ બ્રિજ પરથી પસાર થતા હજારો વાહનો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.
"આ બાબતની જાણ અમને ઈટીવી ભારત દ્વારા થતા તાત્કાલિક ધોરણે અમે આજે રાત્રિના સમયે અમારા માણસને મોકલી ત્યાં ચેક કરવામાં આવશે કે કયા કારણોસર લાઈટ બંધ છે અને જો લાઈટ બંધ હશે તેને ચાલુ કરવામાં આવશે "-- મુકેશ ચૌધરી (હાઇવે ઓથોરિટી અધિકારી)
લાઇટ કાયમી ધોરણે ચાલુ રહે તેવી માંગ: આ એલીવેટેડ બ્રિજ જ્યારે બન્યો ત્યારે પણ સ્ટ્રીટ લાઈટને લઈ ખૂબ જ વિવાદમાં રહ્યો હતો. તે સમયે પણ બ્રિજ બન્યા બાદ નગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટી વચ્ચેના વિવાદના કારણે બે વર્ષ પછી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવી હતી. ત્યારબાદ પણ આ બીજ પર વારંવાર સ્ટ્રેટ લાઈટ બંધ થઈ જાય છે. છેલ્લા છ મહિનામાં ચોથી વખત સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જતા વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે વાહનચાલકોની માંગ છે કે આ બ્રિજ પર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નેશનલ હાઇવે ઓથોરિટી અધિકારી જાગે અને સ્ટ્રીટ લાઇટ કાયમી ધોરણે ચાલુ રહે તેવી માંગ કરી રહ્યા છે.
જાગૃત નાગરિકે આપી માહિતી: આ બાબતે જાગૃત નાગરિકોએ etv ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે , "ડીસા શહેરને મધ્યમાંથી પસાર થતો ગુજરાતનો સૌથી મોટો એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવેલો છે પરંતુ આ બ્રિજ પર છેલ્લા કેટલાક સમયથી લાઈટો ન હતી ત્યારે અનેકવાર રજૂઆતો કરવા બાદ હાઇવે ઓથોરિટી દ્વારા આ બ્રિજ પર લાઇટો લગાવવામાં આવી છે પરંતુ એ લાઈટો ક્યાંક ને ક્યાંક બંધ જોવા મળી રહ્યું છે તેથી અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે"