- રિયા કાર્સ પ્રા.લિ. કંપની સાથે છેતરપિંડી
- કંપનીનો કર્મચારી ગ્રાહકો પાસેથી નાણા ઉઘરાવી થયો ફરાર
- કંપનીના જનરલ મેનેજરે ઉચાપત કરવા મામલે કર્મચારી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
બનાસકાંઠા: પાલનપુર શહેરમાં આવેલી નવા વાહનોની લે-વેચ કરતી રિયા કાર્સ પ્રા. લિ. સાથે કંપનીન જ એક કર્મચારીએ ફુલેકુ ફેરવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વિનોદ મકવાણા નામનો વ્યક્તિ રિયા કાર્સ પ્રા.લિ. કંપનીમાં નોકરી કરતો હતો. જે બાઇક તેમજ ફોર વહીલ ખરીદવા આવતા ગ્રાહકોના ડાઉન પેમેન્ટ લેવાના તેમજ આર.ટી.ઓ.માં નાણાં જમાં કરાવવાના રૂપિયાનો હિસાબ સાંભળતો હતો.
કંપનીના મેનેજરે આરોપી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
કંપનીના કર્મચારીએ ગ્રાહકોના ડાઉન પેમેન્ટના નાણાં, વીમા સહિત આર.ટી.ઓ.ના નાણાં સહિત ગ્રાહકો પાસેથી રૂપિયા 6 લાખ 62 હજાર 337 રૂપિયા કંપનીની ખોટી રસીદો બનાવી ઉઘરાવીને ફરાર થઈ ગયો હતો. કંપનીના નામે કંપનીની નકલો, રસીદો અને નકલી સહીથી ગ્રાહકો પાસેથી રૂપિયા ઉઘરાવી નાણાં લઈ ફરાર થઈ ગયો હતો. જે અંગે કંપનીના જનરલ મેનેજર કૌશિક રાવલે આરોપી વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.