લોકસભાની ચૂંટણી બાદ વર્ષ 2019ની પ્રથમ ગ્રામસભાનું આયોજન કરવા અંગેની તાકિદ સરકાર દ્વારા કરવામાં આવી હતી. જેને પગલે બનાસકાંઠા જિલ્લાના 20,000 લોકોની વસ્તી ધરાવતા અંબાજી ગામમાંથી 20 લોકો પણ આ ગ્રામસભામાં જોડાયા ન હોતા.
શનિવારના રોજ જોયાયેલી આ ગ્રામસભામાં મોટા ભાગની ખુરશીઓ ખાલી પડેલી જોવા મળી હતી. ત્યારે આ ખાલી પડેલી ખુરશીઓ જોતા ગ્રામસભાનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. જો કે આ સભામાં અંબાજી ગ્રામપંચાયતના સરપંચ, સેક્રટરી સહિત કેટલાક વોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ગ્રામસભામાં કોઇ પણ અન્ય અધિકારીઓ જોવા મળ્યા ન હતા. તો આ ગ્રામસભામાં માત્ર 4 થી 5 ગ્રામજનો સિવાય કોઈ દેખાયું ન હતું. તેમ છતાં પણ ગ્રામપંચાયતના સેક્રેટરીના જણાવ્યા મુજબ આ સભામાં અંબાજીના દબાણના પ્રશ્નો, તેમજ વિકાસની બાબત તેમજ સરકારની નવીન યોજનાઓ અંગેની ચર્ચાઓ કરવામાં આવી
હતી.