17 સપ્ટેમ્બર મંગળવારના રોજ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ માટે મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રક્ષાલનના દિવસે મંદિર બપોરના એક વાગ્યા સુધી ખૂલું રહેશે અને ત્યાર બાદ મંદિર દર્શનાર્થી માટે સંપૂણ બંધ રહેશે અને મંદિરની પ્રક્ષાલન વિધિ પૂર્ણ થયા બાદ સાયંનકાલની આરતી રાત્રીના 9 કલાકે કરશે અને તેના બીજા દિવસથી દર્શનાર્થીનો સમય રાબેતા મુજબનો રહેશે.
મંદિર દર્શન સમય
સવારે આરતી...7.30 થી 8.00
સવારે દર્શન......8.00 થી 11.30
બપોરે દર્શન ....12.30 થી 1.00 કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે ત્યાર બાદ મંદિર પક્ષાલન વિધી માટે મંદિર સંપુર્ણ બંધ થશે અને પક્ષાલન વીધી પુર્ણ થયા બાદ સાંજની આરતી રાત્રીના 9.00 કલાકે કરાશે.