અંબાજી: આગામી 17 જાન્યુઆરી 2022ના પોષસુદ પૂનમે માં અંબાનો જન્મોત્સવ છે. જે શકિતપીઠ અંબાજીમાં માતાજીના જન્મોત્સવને ખુબજ ધામધૂમથી ઉજ્જવામાં (Ambaji Shobhayaatra) આવે છે, પણ આ વખતે માતાજીના જન્મોત્સવને પણ કોરોનાનું ગ્રહણ લાગેલુ જોવા મળી રહ્યું છે.
અંબાજીમાં માતાજીની નીકળનારી વિશાળ શોભાયાત્રા રદ
હાલ તબક્કે રાજ્યમાં કોરોના અને ઓમીક્રોનના વધતા કેસને લઇ પોષ સુદ પૂર્ણિમાના માતાજીના જન્મોત્સવને લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ સાથે પોલીસ અધિકારીઓની એક બેઠક અંબાજી મંદિર ખાતે યોજવામાં આવી હતી. હાલ કોરોનાને લઇ સરકારની SOP પ્રમાણે કાર્યક્રમ યોજવા નક્કી કરાયું હતું, અને આ પોષીપુનમે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોવાથી તેવામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે અંબાજીમાં માતાજીની નીકળનારી વિશાળ શોભાયાત્રા રદ કરવામાં આવી છે.
ધાર્મિક ઉત્સવ સેવાસમિતિ દ્વારા વિશેષ આરતીનુ આયોજન
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 2 દિવસીય યોજાતા સંસ્કૃતિક કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. જોકે માતાજીના જન્મોત્સવને લઇ અંબાજી ગબ્બર ગઢથી માતાજીની અખંડ જ્યોત લાવીને અંબાજી મંદિરની જ્યોત સાથે મીલાવામાં આવશે અને ધાર્મિક ઉત્સવ સેવાસમિતિ દ્વારા વિશેષ આરતીનો કાર્યક્રમ મંદિરના ચાચરચોકમાં યોજવામાં આવશે. આ સિવાયના આયોજિત કરાતા વિશેષ તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે, જોકે અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ જોઇને દર્શનના સમયમાં વધારો કરવા નક્કી કરાયું છે.
આ પણ વાંચો: